ઓપરેશન ગંગા/ યુક્રેનથી સુરક્ષિત પરત આવેલા ગુજરાતી વિધાર્થીઓ ગાંધીનગર પહોચ્યા,શિક્ષણ મંત્રીએ કર્યું તમામનું સ્વાગત

રશિયાએ જે રીતે યુક્રેન પર હુમલો કરી દીધો હતો જેના લીધે હજારો ભારતીય વિધાર્થીઓ અટવાઇ પડયા હતા અને તેમને સુરક્ષિત પરત લાવવા માટે સરકારે અથાગ પ્રયત્ન કર્યા હતા

Top Stories Gujarat
5 3 યુક્રેનથી સુરક્ષિત પરત આવેલા ગુજરાતી વિધાર્થીઓ ગાંધીનગર પહોચ્યા,શિક્ષણ મંત્રીએ કર્યું તમામનું સ્વાગત
  • યુક્રેનથી આવેલા ગુજરાતીઓની પોતાના વતન વાપસી
  • વિદ્યાર્થીઓને ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા
  • દિલ્હીથી બસમાં ગાંધીનગર ખાતે પહોંચ્યા વિદ્યાર્થી
  • કુલ 146 જેટલા વિદ્યાર્થીઓને લાવવામાં આવ્યા
  • શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી તમામનું કર્યું સ્વાગત

રશિયાએ જે રીતે યુક્રેન પર હુમલો કરી દીધો હતો જેના લીધે હજારો ભારતીય વિધાર્થીઓ અટવાઇ પડયા હતા અને તેમને સુરક્ષિત પરત લાવવા માટે સરકારે અથાગ પ્રયત્ન કર્યા હતા અને હાલ વિધાર્થીઓને પરત લાવાની કામગીરી ચાલી રહી છે. યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓની ત્રીજી બેચ ગુજરાત પહોંચી છે. ગાંધીનગરમાં બસ દ્વારા પહોંચેલા વિદ્યાર્થીઓનું ભાવભીનુ સ્વાગત કરાયુ હતું. ત્યારે શિક્ષણમંત્રી જીતુ વાઘાણી દ્વારા વિદ્યાર્થીઓનુ સ્વાગત કરાયુ હતું. તો બીજી તરફ વિદ્યાર્થીઓને જોઈને માતાપિતા ભાવુક થઈ ગયા હતા, અને લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. જેમ જેમ વિદ્યાર્થીઓ બસમાંથી ઉતરતા ગયા, તેમ તેમ માતાપિતા તેમને ભેટીને વળગી પડ્યા હતા. ગુલાબ આપીને તેમનુ સ્વાગત કરાયુ હતું.

 ત્રણ બસ ભરીને વિદ્યાર્થીઓ યુક્રેનથી આવ્યા હતા. જેમાં 100 થી વધુ વિદ્યાર્થીઓ બસમાં સવાર થઈને ગુજરાત પહોંચ્યા હતા.વિદ્યાર્થીઓ આવ્યા તેમના દરેકના હાથમાં તિરંગો જોવા મળ્યો હતો. તેઓ યુક્રેનથી બસમાં બેસ્યા ત્યારે પણ તેમના હાથમાં તિરંગો હતો. તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓએ ભારત સરકારનો આભાર માન્યો હતો.

એક વિદ્યાર્થીએ કહ્યું કે, અમે સાત દિવસનો સંઘર્ષ કરીને અમે પરત આવ્યા છીએ. ત્યાં અમને ખાવાપીવાની કોઈ વ્યવસ્થા ન હતી. બસની આગળ ભારતનો ધ્વજ લાગ્યો હતો તેથી અમને સરળતાથી જવા દેવાયા હતા.
અમે એક દિવસમાં 50 કિમી ચાલ્યા હતા. ત્યાં ટેન્ટ પણ ન હતો, અમે રોડ પર બેસીને ખાવાનું ખાધુ હતું. બીજા દેશના વિદ્યાર્થીઓ પણ ભારતનો ફ્લેગ લગાવીને આગળ જઈ રહ્યા હતા, જેથી તેમને પણ કોઈ તકલીફ ન થાય. કારણ કે, ભારતીય સરકારે મોટી મદદ આપી હતી.