ગુજરાત દેશભરમાં વિકાસના મોરચે મોખરે છે. મૂડીરોકાણના મામલે બીજા નંબરે છે. જ્યારે અન્ય બાબતોમાં પણ ગુજરાતની વિકાસકૂચ ૨૦૦૧ બાદ વધુ વેગીલી બની છે. તેથી જ ગુજરાત મોડલનું નામ દેવાય છે. દેશ પણ ગુજરાત મોડલના માર્ગે ચાલતો હોવાનું પણ કહેવાય છે. વિકાસના દરેક પથ પર ગુજરાત મોખરે છે. વેક્સીનેશનના મોરચે પણ ટકાવારી પ્રમાણે દેશના અન્ય રાજ્યો કરતા આગળ છે. ઉર્જાક્ષેત્રે તો ગુજારતને પાંચથી વધુ વખત કેન્દ્રના એવોર્ડ પણ મળ્યા છે. જ્યારે ગુજરાતમાં ભલે વીજ બીલ ગમે તેટલું આવતું હોય પરંતુ વિજ ઉત્પાદનના મોરચે ગુજરાત સરપ્લસ સ્ટેટ ગણાય છે. આમેય વ્યાપાર ઉદ્યોગના મામલે ગુજરાતનું નામ છે જ ગુજરાતના વેપારીઓની કોઠાસૂઝ વિદેશમાં તેમના વસવાટ દરમિયાન પણ કામ આવે છે.
ગુજરાતના અદાણી અને અંબાણી ગ્રુપ અત્યારે એશિયાના વધુ ટર્નઓવર અને મૂડી ધરાવનારાઓની યાદીમાં છે આવા તો બીજા પાંચ છે. કોરોના વેક્સીનેશનના પ્રકરણમાં પણ ગુજરાતે પહેલ કરી છે. ગુજરાતના ઉદ્યોગકારોનો વિશ્વમાં ડંકો વાગે છે. વર્ષોથી વાગે છે. પોતાનું રોકાણ ક્યાં કરવું તેની સૂઝ અન્ય કોઈ કરતા ગુજરાતીઓમાં વધારે છે. આર.બી.આઈ.એ જે ૨૦૧૯-૨૦ દરમિયાનની ફીક્સ્ડ ડીપોઝીટના આંકડા જાહેર કરેલા તે પ્રમાણે આ સમયગાળામાં ગુજરાતમાં જે ફીક્સ ડીપોઝીટ જમા થયેલી તેમાં ગુજરાતીઓએ કરેલું રોકાણ ૩૦ ટકા કરતા વધારે છે. નાની બચતનો જમાનો હતો ત્યારે તેમાં રોકાણ કરનારાઓમાં ગુજરાતીઓ જ મોખરે હતા. એલ.આઈ.સી. એટલે કે જીવન વિમા નિગમના પ્રિમિયમ ભરનારાઓમાં પણ ગુજરાતીઓની ટકાવારી ૨૫ ટકા કરતા વધારે છે. જે અન્ય કોઈપણ રાજ્ય કરતા વધારે છે. ગુજરાતમાં વાઈબ્રન્ટ સમીટનો યુગ શરૂ થયા બાદ વિદેશી રોકાણ વધ્યું છે. વિદેશમાં કે અન્ય રાજ્યોમાં વસતા ગુજરાતીઓ પણ વધુ રોકાણ કરતાં થયા છે. ટુંકમાં વાયબ્રન્ટમાં ગુજરાતી ઉદ્યોગપતિઓ પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.
ગુજરાતમાં કોરોના કાળ કપરો જરૂર હતો ગરીબ અને મધ્યમ વર્ગને મુશઅકેલીઓ પણ પડી હતી. પરંતુ તેની સામે ફાયદો પણ એવો જ થયો છે. તે નોંધવું જ પડે તેમ છે. ગુજરાતીઓને તો આફતને અવસરમાં પલટાવવાની આદત જ છે. અને જે અવસર મળે તેનો યોગ્ય ઉપયોગ કરવાની પણ ફાવટ છે. બીજા દેશ કે બીજા રાજ્યમાં જઈ ત્યાં તો યોગદાન આપવાનું જ પણ તેની સાથે પોતાના વતનમાં પણ યોગદાન આપવામાં ગુજરાતી ક્યારેય પાછો પડતો નથી.
આ બધા અહેવાલો વચ્ચે બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે બીએસઈ દ્વારા જે આંકાડ જાહેર કરવામાં આવ્યા છે તે પ્રમાણે શેર બજારમાં ભલે મંદી અને તેજીના પડઘા અવાર નવાર પડતા જાેવાતા હોય પરંતુ આ એક વર્ગ જેનાથી દૂર રહેવાનું પસંદ કરે છે તે શેરબજારમાં ગુજરાતી રોકાણકારોમાં ભારે ઉછાળો આવ્યો છે અને રોકાણકારોમાં ગુજરાત છવાઈ ગયું છે જાે કે ૨૦૨૦ અને ૨૦૨૧માં જેટલીવાર મંદી નથી દેખાણી તેટલીવાર તેજી દેખાઈ છે. અને સેન્સેક્સ ૫૦ હજાર કરતા વધુ રહેવાનો અને એક તબક્કે ૬૧ હજાર રહેવાનો ક્રમ પણ જળવાયો છે. આ સ્થિતિનો લાભ લેવાની તક ગુજરાતીઓએ બરાબર ઝડપી લીધી છે. બી.એસ.ઈ. દ્વારા ૩૦મી નવેમ્બરે રોકાણકારોના જે આંકડા જાહેર કર્યા છે તે પ્રમાણે શેર બજારમાં ગુજરાતી રોકાણકારોની સંખ્યા ૧ કરોડને વટાવી ગઈ છે ગુજરાત રાજ્યની સ્થાપનાના ૫૧માં વર્ષે બનેલી આ ઘટના ગુજરાત માટે તો એક પ્રાકરના માઈલ સ્ટોન સમાન પૂરવાર થઈ રહી છે અત્યારે ગુજરાતની વસતિ સાત કરોડની હોવાનો અંદાજ મૂકાય છે હવે તે પ્રમાણે જાે ટકાવારી કાઢીએ તો ગુજરાતના ૧૫ ટકાથી વધુ લોકોએ શેરબજારમાં રોકાણ કર્યું છે. આ કાંઈ જેવી તેવી વાત તો ન જ કહેવાય. હવે ૭ કરોડની વસતિ પૈકી ૫૦ ટકા લોકો જ એવા હશે જેને કાંતો રોકાણનો શોખ હોય અથવા કુટુંબ પેઢી કે કંપનીનો ખર્ચ કાઢતા પૈસા વધતા હોય હવે આવા લોકોની સંખ્યા સાડા ત્રણ કરોડ ગમીએ તો શેરબજારમાં રોકાણ કરનારા ગુજરાતીઓની ટકાવારી વધીને ૩૦ ટકા જેટલી આપો આપ થઈ જાય છે.
બીએસઈ દ્વારા જે આંકડાઓ જાહેર થયા છે તે પ્રમાણે એપ્રિલ ૨૦૨૧ થી નવેમ્બર ૨૦૨૧ એટલે કે છેલ્લા આઠ માસના સમયગાળામાં જ અઢી લાખ જેટલા નવા રોકાણકારોએ શેરબજારમાં પ્રવેશ કર્યો છે. જ્યારે નાણાકીય વર્ષમાં પણ ૧૭ લાખ રોકાણકારો શેરબજાર પ્રવેશી ચૂક્યા છે.
આ અંગે ઘણા જાણકારો એવું કારણ આપે છે કે કોરોનાકાળમાં એટલે કે ૨૦૨૦ના ૨૫મી માર્ચથી ૧૮ જૂન સુધીના લોકડાઉનના સમયગાળ દરમિયાન લોકોને ઘરમાં પૂરાઈ રહેવાનું આવ્યું તેમાં ટીવી ચેનલો અને મોબાઈલ પર સર્ચ કરીને આ વસ્તુ જ વધુ પ્રમાણમાં શીખ્યા છે તે નોંધવું પડે તેમ છે. ખાસ કરીને યુવા પેઢીને શેરબજારનો ચસ્કો લોકડાઉનમાં મળેલી નવરાશની પળો એ જ લગાડ્યો છે તે વાતતો નોંધવી જ પડે તેમ છે.આ સંજાેગો વચ્ચે ગુજરાતના રોકાણકારોએ રોકાણ માટે નવા અને ઉપયોગી વિકલ્પ તરીકે શેરબજારની પસંદગી કરી છે તે તો નોંધવુ જ પડે.
પૌરાણિક કથા / ખરમાસમાં ઘોડાને સ્થાને ગધેડા સૂર્યદેવનો રથ હંકારે છે, ખૂબ જ રસપ્રદ છે કથા
મહાભારત / અભિમન્યુ કયા ભગવાનનો અવતાર હતો, જન્મ પહેલાં જ તેનું મૃત્યુ કેમ નક્કી થઈ ગયું?
હિન્દુ ધર્મ / નવગ્રહ શાંતિના ખૂબ જ સરળ ઉપાય, જીવનમાં સુખ માટે અવશ્ય અજમાવો