Not Set/ ગુજરાતીઓએ કોરોનાને કારણે એપ્રિલ માસમાં પાંચ જજોને ગુમાવ્યા

ગુજરાતમાં ચાઈનીઝ બીમારીએ પોતાનો રોદ્ર સ્વરૂપ દેખાડીને જે આતંક દેખાડ્યું છે તેનાથી કોઈ પણ બાકાત રહ્યું નથી. ફાયર વિભાગથી લઈને પોલીસ વિભાગ અને વકીલોથી લઈને જજો સુધી કોરોનાએ પોતાનો પગપેસારો કર્યો છે. તેના સક્ર્મણમાં આવ્યા બાદ ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવી દીધા છે તો કેટલાક ખુશનસીબ લોકો છે કે જેમણે કોરોનાને માત આપી દીધી છે. […]

Top Stories Gujarat
20150929184415 law and justice patent ગુજરાતીઓએ કોરોનાને કારણે એપ્રિલ માસમાં પાંચ જજોને ગુમાવ્યા

ગુજરાતમાં ચાઈનીઝ બીમારીએ પોતાનો રોદ્ર સ્વરૂપ દેખાડીને જે આતંક દેખાડ્યું છે તેનાથી કોઈ પણ બાકાત રહ્યું નથી. ફાયર વિભાગથી લઈને પોલીસ વિભાગ અને વકીલોથી લઈને જજો સુધી કોરોનાએ પોતાનો પગપેસારો કર્યો છે. તેના સક્ર્મણમાં આવ્યા બાદ ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવી દીધા છે તો કેટલાક ખુશનસીબ લોકો છે કે જેમણે કોરોનાને માત આપી દીધી છે.

પરંતુ, એક દુઃખના સમાચાર એ પણ આપણને મળ્યા છે કે, 6.5 કરોડ ગુજરાતીઓને કોરોનાને કારણે એક મોટો ફટકો પડયો છે. નુકશાન એ છે કે , માત્ર 15 દિવસના ટૂંકાગાળામાં જ આપણે પાંચ વરિષ્ટ જજોને ગુમાવ્યા છે. ગુજરાતના જુદાજુદા શહેરોના કુલ પાંચ જજોને કોરોનાનું ચેપ લાગ્યું હતું , તેમની સારવાર હોસ્પ્ટિલમાં ચાલી રહી હતી, જીવન અને મૃત્યુની વચ્ચે તેઓ ઝોલા ખાઈ જ રહ્યા હતા અને ત્યાં કોરોનાએ તેમના પ્રાણ લઇ લેતા આજે આપણે તે તમામ વરિષ્ટ જજોને ગુમાવી દીધા છે.

1) 01 એપ્રિલએ ગોધરા કોર્ટના એડિસિનલ ડીસ્ટ્રીક જજ ઉમંગ વ્યાસનું નિંધન થયું હતું.
2) 12 એપ્રિલએ વડોદરા કોર્ટના એડિસિનલ ડીસ્ટ્રીક જજ વી.એમ,ચાવડાનું નિંધન થયું હતું.
3) 25 એપ્રિલએ સુરેન્દ્રનગર કોર્ટના એડિસિનલ ડીસ્ટ્રીક મહિલા જજ ડી.આર.સ્વામિનારાયણનું નિધન થયું હતું.
4) 26 એપ્રિલએ વડોદરા કોર્ટના સિવિલ જજ જે.પી.શુક્લનું નિધન થયું હતું.
5) 27 એપ્રિલએ સુરેન્દ્રનગર કોર્ટના સિવિલ જજ જે.ડી.સિંધીનું નિંધન થયું હતું.

સરળ ભાષામાં જો વાત કરીએ તો , જ્યાં એક લાખની વસ્તી હોય છે ત્યાં એક સિવિલ જજ કે એડિશનલ ડીસ્ટ્રીક જજની નિમણુંક થતી હોય છે. અને મોટાભાગે આવા જજોની પાસે રોજના 150 થી 250 જેટલા કેસો તેમના બોર્ડમાં આવતા હોય છે. અને તેમાંથી અત્યંત મહત્વપૂર્ણ કેસો ઉપર સુનાવણીની પ્રક્રિયા થતી હોય છે. આ એક કોર્ટની રૂટિન કાર્યવાહી છે. આમ, કહેવાનું મતલબ એ કે તમામ જજો પાસે કેસોનું ભારણ વધારે હોય છે તેઓ અત્યંત કામના ભારણ વચ્ચે કામ કરતા હોય છે.અને વળી ગુજરાતમાં તો જજોની સંખ્યા ખુબજ ઓછી છે.ત્યારે માત્ર 15 દિવસના ટૂંકાગાળામાં આપણે પાંચ જજોને ગુમાવી દીધા છે તો તેનાથી ન્યાયપાલિકાને તો મોટું નુકશાન થવાનું છે જોડે તમામ ગુજરાતીઓને પણ એટલુંજ નુકશાન થવાનું છે. કારણકે , એક જજના નિધનથી એક લાખની વસ્ત્તીને અસર થાય છે. આમ, પાંચ જજના નિધનથી પાંચ લાખની વસ્તીને મોટું નુકશાન પહોંચ્યું છે.

ગુજરાતમાં કોરોના નું ક્હેર ઓછું થવાનું નામ નથી લઇ રહ્યું છે ત્યાં જયારે આવા દુઃખદ સમાચાર લોકોને મળે છે ત્યારે સામાન્ય લોકોની સાથે વકીલો તેમજ કોર્ટ સ્ટાફને ખુબજ મોટો ઝટકો લાગે છે. હવે જોવાનું એ છે કે આગામી દિવસો દરમિયાન ગુજરાતને ચાઈનીઝ બીમારીથી કેટલું નુકશાન થશે. કુદરતથી પ્રાર્થના છે કે ઝડપથી રાજ્યની, દેશની પરિસ્થિતિ સુધરે અને લોકોના સ્વાસ્થ્યની સલામતી થાય.