Breaking News: SMA-1 નામની દુર્લભ બીમારીથી પીડિત ગુજરાતના (Gujarat) મહીસાગરના (Mahisagar) ધૈર્યરાજને જ્યારે 4 વર્ષ પહેલા 16 કરોડ રૂપિયાનું ‘સંજીવની’ ઈન્જેક્શન મળ્યું ત્યારે તેમના ચહેરા પર અમૂલ્ય સ્મિત દેખાયું હતું. જે છ મહિનાની ફિઝિયોથેરાપી પછી બાળક સંપૂર્ણપણે ઠીક થઈ ગયું હતું. આપને જણાવી દઈએ તેમને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં અમેરિકાથી ઈન્જેક્શન આપવામાં આવ્યું હતું. તેમાં 45 મિનિટ લાગી હતી. આવીજ એક ઘટના હિંમતનગરમાં બની છે હિંમતનગરના એક મુસ્લિમ પરિવારનો 20 મહિનાનો બાળક ફરી એક વાર SMA નામનો દુર્લભ રોગનો શિકાર બન્યો છે. હવે આ બીમારી થી બચવા માટે જે ઈન્જેક્શન જોઈએ તે 16 કરોડ રૂપિયાનું છે. ત્યારે મુશ્કેલીના સમયમાં, ઘણા લોકોએ પરિવારને દિલથી ફાળો આપ્યો છે. અને બાળકનો જીવ બચાવવા માટે, કોલ્ડ ચેઇન બનાવીને 72 કલાકની અંદર અમેરિકાથી ઇન્જેક્શન મંગાવવામાં આવ્યા હતા. આપને જણાવી દઈએ ગઈકાલે 13 ફેબ્રુઆરીના રોજ અમદાવાદની હોસ્પિટલમાં કોને સફળતાપૂર્વક આ ઈન્જેક્શન આપવામાં આવ્યું હતું. અને હવે બાળકની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં SMA રોગથી પીડિત બાળકને ઈન્જેક્શન આપવામાં આવ્યું હોય તેવો આ પહેલો કિસ્સો છે.
આ બાળકનો જન્મ થયો ત્યારે શરૂઆતમાં પરિવારને આ ગંભીર બીમારી વિશે કંઈ ખ્યાલ નહોતો, પરંતુ દોઢ મહિના પછી થોડી રાહત થઈ. આ પછી, જ્યારે ડૉક્ટરને બતાવ્યા પછી રિપોર્ટ લેવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે તે SMA રોગ છે. જેના કારણે પરિવાર પર સંકટનો પહાડ તૂટી પડ્યો. પરિવારની આર્થિક સ્થિતિ સામાન્ય હતી, તેથી બાળકને બચાવવા માટે, તેઓએ ક્રાઉડ ફંડિંગનો આશરો લેવો પડ્યો અને થોડા મહિનામાં કરોડો રૂપિયા ભેગા થયા.અને તે બાળકની સારવાર શરૂ થઈ હતી.
નિષ્ણાતો કહે છે કે આ દવાનું બજાર ખૂબ નાનું છે અને આ દવા ખૂબ જ અસરકારક છે. આ જ કારણ છે કે ખૂબ ઓછી કંપનીઓ તેને બનાવે છે અને તેથી જ તેની કિંમત આટલી ઊંચી છે. તેની ઊંચી કિંમત હોવા છતાં, નિષ્ણાતો માને છે કે તે SMA સારવાર અને સંભાળનો ખર્ચ ઘણી હદ સુધી ઘટાડી શકે છે. નોવાર્ટિસની વેબસાઇટ અનુસાર, આ દવા 45 દેશોમાં માન્ય છે અને વિશ્વભરમાં 2,500 થી વધુ દર્દીઓની સારવાર કરી છે. કંપનીનો દાવો છે કે તેણે 36 દેશોમાં લગભગ 300 બાળકોને મફત જનીન ઉપચાર આપ્યો છે.
આ પણ વાંચો: IIM અમદાવાદ ચમક્યું, 100% પ્લેસમેન્ટ નોંધાયું, નોકરીઓનો ધસારો
આ પણ વાંચો:યુટ્યુબમાં જોઈને નકલી નોટો છાપી : SOGએ નડિયાદમાંથી એક લાખની બનાવટી નોટો ઝડપી, બે શખ્સો ઝડપાયા
આ પણ વાંચો:ગુજરાતને મળી નાણાકીય સફળતા: દેવામાં સૌથી વધુ ઘટાડો, છેલ્લા 10 વર્ષમાં 4.5% ઘટાડો