સુરત,
સુરતના કાપોદ્વા વિસ્તારમાં વિદેશી નાગરિકોએ ચોરી કરી હોવાનો ઘટના સામે આવી છે. ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે બે વિદેશી નાગરિકો નજરચુક કરીને ચોરીને અંજામ આપી રહ્યા છે.
ભારતીય ચલણ સમજવાના બહાને નજર ચુકવીને દુકાનદાર પાસેથી 3500 રૂપિયા લઈને ફરાર થઈ ગયા. સીસીટીવીમાં વિદેશ નાગરિક સાથે એક મહિલા પણ નજરે પડી રહી છે. પોલીસે હાલ સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે.
આપને જણાવી દઈએ કે હાલ દુકાનદારે અજાણ્યા વિદેશી નાગરિકો વિરૂધ્ધ સીસીટીવી સાથે પોલીસ ફરિયાદ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.