Not Set/ સ્ટેચ્યુ ઓફ યુનિટીના દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આ જગ્યાએ બનશે ન્યુ એરપોર્ટ

નર્મદા, 31 ઓક્ટોબરે સરદાર પટેલની જન્મ જ્યંતિ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું અનાવરણ કર્યા બાદ નવનિર્મિત સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા માટે પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો છે. મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી સાથે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરમેન ગુરુપ્રસાદ મહાપાત્રએ કરેલી ચર્ચામાં જણાવ્યું હતું કે, રાજકોટ ધોલેરા અને રાજપીપળામાં એરપોર્ટના  નિર્માણમાં એરપોર્ટ ઓથોરિટી […]

Top Stories Gujarat Others
vallabhbhai patel statue 759 સ્ટેચ્યુ ઓફ યુનિટીના દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આ જગ્યાએ બનશે ન્યુ એરપોર્ટ

નર્મદા,

31 ઓક્ટોબરે સરદાર પટેલની જન્મ જ્યંતિ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું અનાવરણ કર્યા બાદ નવનિર્મિત સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા માટે પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો છે.

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી સાથે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરમેન ગુરુપ્રસાદ મહાપાત્રએ કરેલી ચર્ચામાં જણાવ્યું હતું કે, રાજકોટ ધોલેરા અને રાજપીપળામાં એરપોર્ટના  નિર્માણમાં એરપોર્ટ ઓથોરિટી સહયોગ આપવામાં આવશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે બહોળા પ્રમાણ  લોકો આવી શકે તે માટે રાજપીપળામાં એરપોર્ટ વિકસાવવામાં આવશે, ધોલેરામાં  ઇન્ટરનેશનલ એરપોર્ટને અમદાવાદ ન્યુ એરપોર્ટ તરીકે વિક્સાવીને આંતર રાષ્ટ્રીય  સેવાઓ માટે અનુરૂપ બનાવાશે.

રાજકોટ ઇન્ટરનેશલ એરપોર્ટ માટે 99 વર્ષના લીઝ પર 2500 એકર જમીન માટે રાજ્ય સરકાર અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા વચ્ચે એમઓયુ થયા છે તે સન્દર્ભ માં આગામી ડિસેમ્બર અંત સુધીમાં એરપોર્ટ નિર્માણ ની કામગીરીનો કાર્યારમ્ભ કરાશે.

આ ઉપરાંત પ્રવાસીઓ માટે ફોર લેન રસ્તાથી કેવડિયાને જોડવામાં આવ્યો છે, બીજી બાજુ ચાંદોદથી સીધી રેલવે લાઈન પણ બનાવવા સર્વે કરવામાં આવ્યો છે.

હવે હવાઈ મુસાફરી કરી આવતા પ્રવાસીઓ માટે જિલ્લામાં એર ટ્રીપ વિકસાવવી જરૂરી બન્યું છે. થોડા સમય પહેલા રાજ્યના પૂર્વ રાજ્ય વન મંત્રી શબ્દસરણ તડવીએ આ અંગે રજૂઆત કરી હતી જેમાં રાજ્ય સરકારની મંજૂરી મળી અને કેન્દ્ર સરકારની પણ લીલી ઝંડી મળી ગઈ હતી.