ગાંધીનગરઃ ગુજરાતના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ (Kanubhai Desai) ગુજરાતનું બજેટ (Gujarat Budget) રજૂ કરવાના છે. ગુજરાતનું આ બજેટ 3.30 લાખ કરોડ રૂપિયાનું રહેશે. ગુજરાતનું આ 65મું બજેટ હશે. કોઈને પણ આશ્ચર્ય થાય ગુજરાતનું પ્રથમ બજેટ રજૂ થયું ત્યારે તે ફક્ત 115 કરોડ રૂપિયાનું હતું. આમ ગુજરાતના બજેટે 115 કરોડ રૂપિયાથી 3.30 કરોડ રૂપિયા સુધીની વૃદ્ધિ નોંધાવી છે. આમ ગુજરાતના બજેટમાં અનેકગણી વૃદ્ધિ જોવામાં આવી છે.
નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ ગુજરાત વિધાનસભામાં સળંગ ત્રીજી વખત બજેટ રજૂ કરશે. કનુભાઈ થોડી વારમાં બજેટ સાથે વિધાનસભા પહોંચી ગયા છે. આ વર્ષના બજેટમાં ગયા વર્ષના બજેટ કરતાં 10થી 20 ટકા વધારો થાય તેવી સંભાવના છે. આ વખતનું બજેટ પણ પેપરલેસ રહે તેવી સંભાવના છે. ગુજરાતમાં બજેટ 18 બજેટ રજૂ કરવાનો રેકોર્ડ નાણાપ્રધાન વજુભાઈ વાળાના નામે છે.
વડાપ્રધાન મોદી 2014માં સૌપ્રથમ વખત દિલ્હીમાં ગયા ત્યારે સૌપ્રથમ વખત મહિલા બજેટ થીમ લાવ્યા હતા. તે સમયે આનંદીબેન પટેલ મુખ્યમંત્રી હતા. તેના પછી વિજય રૂપાણી સીએમ બન્યા ત્યારે સૌપ્રથમ વખત પેપરલેસ બજેટ લાવ્યા હતા. જ્યારે ભુપેન્દ્ર પટેલ સરકારનું આ ત્રીજું બજેટ છે. 2023-24ના બજેટની થીમ પોથી હતી. તેમણે આત્મનિર્ભર બજેટ તરીકે ઓળખ પણ આપી હતી. 2022થી નાણા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા ગુજરાતમાં બજેટને લાલપોથીમાં લાવવાની પરંપરા શરૂ કરાઈ હતી. ચૂંટણીના લીધે ભાજપની આગેવાની હેઠળની રાજ્ય સરકાર આરોગ્ય, શિક્ષણ અને કૃષિ માળખાકીય સગવડો પર ભાર મૂકશે. ચૂંટણીના લીધે ભાજપ સરકાર મોટી જાહેરાત પણ કરી શકે છે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ