લોક રક્ષક દળની પરીક્ષાના પેપર લીક મામલે તેનો મુખ્ય સૂત્રધાર યશપાલસિંહ સોલંકીની પોલીસે ધરપકડ કરી દીધી છે. મહીસાગર જીલ્લાના વીરપુર ગામ ખાતેથી તેની ધરપકડ કરવામાં આવી છે.પોલીસે અડધી રાત્રે તેને ઊંઘમાંથી દબોચી લીધો છે.
૫ આરોપીમાંથી ૪ આરોપીની પહેલા જ પોલીસે ધરપકડ કરી લીધી હતી જયારે યશપાલસિંહની ધરપકડ ગઈ કાલે રાતે કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે યશપાલ સોલંકીનું છેલ્લું લોકેશન સુરતથી મળ્યું હતું ત્યારબાદ ગઈ કાલે રાત્રે મહીસાગર જીલ્લાના વીરપુર ગામ ખાતેથી તેની ધરપકડ કરવામાં આવી છે.
પેપર લીક કૌભાડનો સૌથી મોટો આરોપી યશપાલ સિંહ સોલંકી છે.
કેવી રીતે પ્લાન કર્યું
પેપરલીકનો મુખ્ય આરોપી યશપાલ પેપર લેવા માટે અરવલ્લીથી ચિલોડા ગયો હતો અને ત્યાંથી સીધો દિલ્લી ગયો હતો. દિલ્લીથી બરોડા આન્સર કી લઈને આવ્યો હતો . દિલ્લીથી બરોડા તે બાઈક લઈને આવ્યો હતો.
કોણ છે યશપાલ ?
૨૭ વર્ષીય યશપાલ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી કરે છે તેવી વિગતો વહેતી થઇ હતી પરંતુ વારસીયા અર્બન હેલ્થ સેન્ટરમાં પબ્લિક હેલ્થ વર્કર તરીકે યશપાલસિંહ જશવંતસિંહ નામનો કર્મચારી નોકરી કરતો હોવાનુ જાણવા મળ્યું હતું. ૨૧ સપ્ટેમ્બર પછી તે નોકરી પર દેખાયો જ નહતો.
યશપાલસિંહ સોલંકી મૂળ છાપરીના મુવાડા ગામ,લુણાવાડા, પંચમહાલ જીલ્લાનો રહેવાસી છે.
૫ આરોપીઓના નામ
૮,૭૬,૩૫૬ ઉમેદવાર આપવાના હતા પરીક્ષા
થ્રિ-લેયર બંદોબસ્ત વચ્ચે રાજ્યના 8,76,356 ઉમેદવારો લેખિત પરીક્ષા આપવાના હતા. લેખિત પરીક્ષા માટે 2,440 શાળા/કોલેજોના 29,200 બ્લોકમાં વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. તમામ બ્લોકમાં સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યાં હતા.
રાજ્ય પોલીસ દળમાં લોકરક્ષકની ભરતી માટે પ્રારંભમાં 6189 બેઠકો મંજૂર કરવામાં આવી હતી. પરંતુ પાછળથી વધુ 3524 બેઠકોનો વધારો કરવામાં આવ્યો હતો. જેના લીધે કુલ 9,713 બેઠકો માટે પરીક્ષા લેવામાં આવનાર હતી. લેખિત પરીક્ષા લેવાયા બાદ મેરિટ યાદી બહાર પાડવામાં આવશે. જેમાં કુલ બેઠકના આઠ ગણા એટલે કે,77,704 ઉમેદવારોને પ્રેક્ટિકલના મેરિટ માટે સમાવવામાં આવશે.