Entertainment/ ‘હમારે બારહ’ને સુપ્રિમથી ઝટકો, સમાધાન ન થાય ત્યાં સુધી ફિલ્મ રિલીઝ નહીં થાય

અન્નુ કપૂર સ્ટારર ફિલ્મ ‘હમારે બારહ’નું જ્યારથી ટીઝર રિલીઝ થયું છે…..

Top Stories Breaking News Entertainment
Image 2024 06 13T143910.494 'હમારે બારહ'ને સુપ્રિમથી ઝટકો, સમાધાન ન થાય ત્યાં સુધી ફિલ્મ રિલીઝ નહીં થાય

Entertainment: અન્નુ કપૂર સ્ટારર ફિલ્મ ‘હમારે બારહ’નું જ્યારથી ટીઝર રિલીઝ થયું છે ત્યારથી સતત વિવાદોમાં ઘેરાયેલી રહી છે. ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મુકવાની માગ ઉઠી છે. ‘હમારે બારહ’નું ટ્રેલર પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી હટાવી દેવામાં આવ્યું છે. ફિલ્મ પર એક વિશેષ ધર્મ વિરુદ્ધ નફરત ફેલાવવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે અને તેને રિલીઝ થતી અટકાવવાની માગ કરવામાં આવી રહી છે. દરમિયાન અન્નુ કપૂરની ફિલ્મ ‘હમારા બારહ’ને જસ્ટિસ વિક્રમ નાથની અધ્યક્ષતાવાળી બેન્ચ તરફથી રાહત આપવામાં આવી નથી.

કેસનું સમાધાન ન થાય ત્યાં સુધી હોલ્ડ પર

જ્યાં સુધી બોમ્બે હાઈકોર્ટ દ્વારા કેસનું નિરાકરણ ન આવે ત્યાં સુધી સુપ્રિમ કોર્ટે ફિલ્મની રિલીઝ પર રોક લગાવી દીધી. અરજદારે કહ્યું કે, CBFC પોતે બોમ્બે હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં પક્ષકાર છે અને તેની પોતાની કમિટી ફિલ્મનું સ્ક્રીનિંગ કેવી રીતે કરી શકે? સીબીએફસીએ આ ફિલ્મના સ્ક્રીનિંગ માટે એક કમિટી બનાવી છે. સ્ક્રિનિંગ પછી, CBFC સમિતિએ ટીઝર અને તે ફિલ્મ સાથે સંબંધિત કેટલાક ભાગોને દૂર કરવાનું સૂચન કર્યું હતું. જેને હટાવી લેવામાં આવ્યો અને ત્યાર બાદ આ ફિલ્મને હાઈકોર્ટમાં રિલીઝ કરવાની મંજૂરી આપવામાં આવી. આ ફિલ્મ આવતીકાલે 14 જૂને રિલીઝ થવાની હતી.

Hamare Baarah Makers Agree To DELETE 2 Dialogues, Bombay High Court Allows Film's Release - News18

બોમ્બે હાઈકોર્ટના આદેશને પડકારો

બોમ્બે હાઈકોર્ટના આ આદેશને પડકારતી અરજીકર્તા દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે આ ફિલ્મ ઈસ્લામિક આસ્થાની વિરુદ્ધ છે અને ભારતમાં પરિણીત મુસ્લિમ મહિલાઓનું અપમાન કરે છે. ફિલ્મના કેટલાક ડાયલોગ્સ પર પણ વાંધો ઉઠાવવામાં આવ્યો છે.

ફિલ્મનું ટીઝર રિલિઝ થયા બાદ અન્નુ કપૂરે એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેણે ફિલ્મને લઈને ચાલી રહેલા વિવાદ પર પ્રતિક્રિયા આપી હતી. અન્નુ કપૂરે પોતાના વીડિયોમાં દાવો કર્યો હતો કે આ ફિલ્મ સામાજિક મુદ્દા પર આધારિત છે. વીડિયોમાં અભિનેતાએ કહ્યું હતું કે, ‘આ ફિલ્મ માત્ર મહિલા સશક્તિકરણ અને મહિલા અધિકારોની તરફેણ કરે છે. તમે સૌ પ્રથમ ફિલ્મ જુઓ અને પછી જ કોઈ અભિપ્રાય આપો અથવા તમારો નિર્ણય આપો. દરેકને પોતાના મંતવ્યો વ્યક્ત કરવાની સ્વતંત્રતા છે, પરંતુ આ રીતે ગાળો આપવી ન જોઈએ. જીવથી મારી નાખવાની ધમકી ન આપો. અમે ડરવાના નથી.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: કર્ણાટક સરકારે અન્નુ કપૂર અભિનિત ‘હમારે બારહ’ની રિલિઝ પર સ્ટે મૂક્યો

આ પણ વાંચો: કપિલ શર્માના જોક્સ પર મેરી કૉમને આવ્યો ગુસ્સો, પછી શું કર્યુ કોમેડિયને….

આ પણ વાંચો: શૂટિંગના કારણે અદા શર્માને આ ગંભીર બિમારી થઈ ગઈ હતી, 48 દિવસ સુધી પિરિયડ્સ આવતા…