Not Set/ HARAMI Trailer/ ઇમરાન હાશ્મી ફિલ્મનું ટ્રેલર થયું રિલીઝ, એકદમ અલગ લુકમાં મળ્યો જોવા એક્ટર

બોલિવૂડ એક્ટર ઇમરાન હાશ્મીની ફિલ્મ ‘હરામી’ નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં ઇમરાન હાશ્મી એકદમ અલગ અવતારમાં જોવા મળી રહ્યો છે. લોકો ઇમરાન હાશ્મીના આ લુકને અને આ ટ્રેલરને ખૂબ પસંદ કરી રહ્યા છે. અગાઉ ફિલ્મના પોસ્ટરને પણ ઘણી પ્રશંસા મળી છે. ‘હરામી’ શ્યામ મદિરાજુ દ્વારા લખવામાં આવી અને નિર્દેશિત એક ઇન્ડો-અમેરિકન પ્રોડક્શન […]

Uncategorized

બોલિવૂડ એક્ટર ઇમરાન હાશ્મીની ફિલ્મ ‘હરામી’ નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં ઇમરાન હાશ્મી એકદમ અલગ અવતારમાં જોવા મળી રહ્યો છે. લોકો ઇમરાન હાશ્મીના આ લુકને અને આ ટ્રેલરને ખૂબ પસંદ કરી રહ્યા છે. અગાઉ ફિલ્મના પોસ્ટરને પણ ઘણી પ્રશંસા મળી છે.

‘હરામી’ શ્યામ મદિરાજુ દ્વારા લખવામાં આવી અને નિર્દેશિત એક ઇન્ડો-અમેરિકન પ્રોડક્શન છે.ફિલ્મ બુસન આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ 2020 માં મુખ્ય સ્પર્ધા વિભાગ (ન્યુ હોરાઇઝન્સ) નો ભાગ બનવા માટે પણ પસંદ કરવામાં આવી છે.

આ સમાચાર પર ઇમરાને કહ્યું, “મને આ પ્રોજેક્ટ માટે શ્યામની સ્ક્રિપ્ટ ગમી. તેણે તેની વિગતો નજીકથી આપી. શ્યામ અને હરામી ટીમને ઘણા અભિનંદન, કારણ કે બુસન આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ -2020 માં તેની પસંદગી કરવામાં આવી છે. “

હરામી’ એ એક એવા પાત્રની વાર્તા છે જે મુંબઇની લોકલ ટ્રેનમાં ભટકતો હોય છે અને કોઈક ગેંગ માટે કામ કરે છે, પરંતુ વાર્તામાં વળાંક ત્યારે આવે છે જ્યારે કોઈ સ્ત્રી આત્મહત્યા કરવાની હોય છે અને ત્યારબાદ આખી વાર્તા બદલાઈ જાય છે. ફિલ્મની બાકીની સ્ટાર કાસ્ટ વિશે હજી સુધી કોઈ માહિતી સામે આવી નથી. ઇમરાન હાશ્મી સાથે કઈ અભિનેત્રી હશે તે પણ જાહેર કરવામાં આવ્યું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.