IPL 2024/ એમએસ ધોનીના નિર્ણય પર હરભજનસિંહ ભડક્યો, કર્યા આ સવાલો

હરભજને કહ્યું કે જો એમએસ ધોની નવમા નંબર પર બેટિંગ કરવા માંગતો હોય તો તેણે ના રમવું જોઈએ. પ્લેઈંગ ઈલેવનમાં ફાસ્ટ બોલરનો સમાવેશ કરવો વધુ સારો છે. તે નિર્ણય લઈ………

Trending Sports
Image 2024 05 06T124001.700 એમએસ ધોનીના નિર્ણય પર હરભજનસિંહ ભડક્યો, કર્યા આ સવાલો

Sports News: IPL 2024માં રવિવારે પંજાબ કિંગ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ રમાઈ હતી. ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ આ મુકાબલો જીતી ગઈ હતી. ચેન્નાઈએ પંજાબને 28 રનોથી હરાવી હતી. તેમજ આ જીત સાથે ચેન્નાઈ સુપર કિંગ્સે ટોપ 4 માટે પોતાનો દાવો વધુ મજબૂત કર્યો છે. આ મેચ બાદ ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ કેપ્ટન ધોનીને ભારે ટ્રોલીંગનો સામનો કરવો પડી રહ્યો છે. આ મેચમાં તે પહેલા જ બોલ પર આઉટ થયો હતો. લોકો તેને ભારે ટ્રોલ કરી રહ્યા છે. આ મુદ્દે પૂર્વ ભારતીય ઓફ સ્પિનર ​​હરભજન સિંહે પણ તીખી પ્રતિક્રિયા આપી છે.

પંજાબ કિંગ્સ સામે પહેલી ઈનિંગમાં બેટિંગ કરતી વખતે ચેન્નાઈની ટીમ ઘણી મુશ્કેલીમાં જોવા મળી રહી હતી. ત્યારે પણ ચેન્નાઈ સુપર કિંગ્સે એમએસ ધોનીને ખૂબ જ પાછળથી બેટિંગ કરવા મોકલ્યો હતો. આ મેચમાં ધોની 9મા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. મિશેલ સેન્ટનર અને શાર્દુલ ઠાકુર ધોનીની પહેલા બેટિંગ કરવા આવ્યા હતા. અનુસંધાને હરભજન સિંહે સવાલો ઉભા કર્યા છે.

હરભજને કહ્યું કે જો એમએસ ધોની નવમા નંબર પર બેટિંગ કરવા માંગતો હોય તો તેણે ના રમવું જોઈએ. પ્લેઈંગ ઈલેવનમાં ફાસ્ટ બોલરનો સમાવેશ કરવો વધુ સારો છે. તે નિર્ણય લઈ શકે તેવી વ્યક્તિ છે અને તેમણે બેટિંગમાં ન આવીને પોતાની ટીમને નિરાશ કરી છે. શાર્દુલ ઠાકુર ક્યારેય ધોનીની જેમ શોટ મારી શકે નહીં અને મને સમજાતું નથી કે ધોનીએ આ ભૂલ કેમ કરી. તેની પરવાનગી વિના કંઈ થતું નથી અને હું એ માનવા તૈયાર નથી કે તેને બેટિંગ કરવા માટે અન્ય કોઈએ આ નિર્ણય લીધો હશે. એક તરફ ધોની ખૂબ જ છેલ્લે બેટિંગ કરવા આવ્યો હતો અને બીજી તરફ તેને 0ના સ્કોર પર હર્ષલ પટેલે યોર્કર ફટકારીને આઉટ કર્યો હતો.

ધર્મશાળામાં આ બંને મેચોમાં પહેલી બેટિંગ કરીને  167 રન બનાવ્યા હતા અને 9 વિકેટ લીધી હતી. આ સમયે ચેન્નાઈએ રવિન્દ્ર જાડેજાને 26 બોલ પર 43 રન ફટકાર્યા હતા. હર્ષલ પટેલ અને રાહુલ ચહરે 3-3 વિકેટ લીધી હતી. બીજી ઈનિંગમાં પંજાબની ટીમે 20 ઓવર બનાવી 9 વિકેટ લીધી અને 139 રન બનાવ્યા હતા. પંજાબ વિરૂદ્ધ જાડેજાએ પહેલા બેટિંગમાં બાદમાં બોલિંગમાં કમાલ કરી હતી.  20 રન કરી 3 વિકેટ લીધી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:T20 વર્લ્ડ કપમાં આતંકવાદી હુમલાની ધમકી, પ્રો ઈસ્લામિક સ્ટેટે પાકિસ્તાનને આપી ધમકી

આ પણ વાંચો:નારાયણની તોફાની બેટિંગથી કોલકાતાનો જંગી જુમલો

આ પણ વાંચો:ડોપ ટેસ્ટ ન આપવા બદલ બજરંગ પુનિયા સસ્પેન્ડ, પેરિસ ઓલિમ્પિકમાં જવાની આશાને લાગી શકે છે ફટકો

આ પણ વાંચો:આજે ‘કરો યા મરો’ની સ્થિતિ ઊભી થશે! ગુજરાત ટાઈટન્સ કોને તક આપશે…