છેલ્લા ઘણા સમયથી ફોર્મ અને ફિટનેસને લઇને ટીમ ઈન્ડિયાથી અંદર બહાર થઇ રહેલા હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સે પોતાની ટીમમાં રીટેન કર્યો નથી. જો કે આ નિર્ણય આવ્યા બાદ કોઇ સરપ્રાઇઝ થયુ નથી, કારણ કે હાર્દિકનાં છેલ્લા ઘણા સમયથી ફિટનેસને લઇને સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે હવે હાર્દિક પંડ્યાએ પોતાને MI માં રીટેન ન કરવા બદલ એક ઈમોશનલ પોસ્ટ શેર કરી છે.
આ પણ વાંચો – T20 World Cup / આ વર્ષે આ 10 ખેલાડીઓએ વનડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવ્યા, યાદીમાં એક પણ ભારતીય નથી
ટીમ ઈન્ડિયાનાં સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને IPL 2022 માટે મેગા ઓક્શન પહેલા મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા મંગળવારે રીલીઝ કરવામાં આવ્યો હતો. પંડ્યાએ વર્ષ 2015માં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી ડેબ્યૂ કર્યું હતું. જે બાદ તેણે મુંબઈને ઘણી મેચોમાં પોતાના દમ પર જીત અપાવી હતી. IPL 2021 હાર્દિક માટે ખરાબ રહ્યું છે. ઈજાનાં કારણે તે લાંબા સમય સુધી બોલિંગ કરી શક્યો ન હતો અને ટીમ માટે બેટ્સમેન તરીકે રમ્યો હતો. હાર્દિક 12 મેચમાં 127 રન બનાવી શક્યો હતો. રીલીઝ થયા બાદ હાર્દિકે મુંબઈ ઈન્ડિયન્સ તરફને એક ઈમોશનલ વીડિયો પોસ્ટ શેર કર્યુ હતુ.
https://www.instagram.com/reel/CW-xB-JKh6L/?utm_source=ig_web_copy_link
આ પણ વાંચો – CRICKET RAGING / રૈના પહેલા વિરાટ કોહલીએ પણ રેગિંગની કહાની સંભળાવી હતી,સચિન તેંડુલકરના પગે માથું ટેકવ્યું હતું.
ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરતા હાર્દિકે લખ્યું, ‘હું આ યાદોને પૂરી જિંદગી મારી સાથે રાખીશ. આ ક્ષણો હું જીવનભર મારી સાથે રાખીશ. મેં જે મિત્રતા કરી છે, મેં બનાવેલા બોન્ડ્સ, મારી પાસે જે લોકો અને ચાહકો છે, હું હંમેશા તેમનો આભારી રહીશ. હું માત્ર એક ખેલાડી તરીકે જ નહીં પરંતુ એક વ્યક્તિ તરીકે પણ વિકસિત થયો છું. હું અહીં યુવા તરીકે મોટા સપના સાથે આવ્યો હતો. અમે સાથે જીત્યા, અમે સાથે હાર્યા, અમે સાથે લડ્યા. આ ટીમ સાથેની દરેક ક્ષણ મારા હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે. તેઓ કહે છે કે બધી સારી બાબતોનો અંત આવવો જ જોઈએ પરંતુ મુંબઈ ઈન્ડિયન્સનું મારા હૃદયમાં હંમેશા ખાસ સ્થાન રહેશે.
આ પણ વાંચો – ભારતનો દક્ષિણ આફ્રિકા પ્રવાસ / ઓમિક્રોનના વધતા જોખમ વચ્ચે ટીમ ઈન્ડિયાના આફ્રિકા પ્રવાસ પર સસ્પેન્સ, CSAએ ઘરેલું મેચો કરી મુલતવી
હાર્દિક પંડ્યાની સાથે તેના મોટા ભાઈ કૃણાલ પંડ્યાને પણ ફ્રેન્ચાઈઝી દ્વારા મુક્ત કરવામાં આવ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સે ચાર ખેલાડીઓને રીટેન કર્યા છે. તેમાં મુંબઈ ઈન્ડિયન્સનાં કેપ્ટન રોહિત શર્મા, ટીમ ઈન્ડિયાનાં ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ અને બેટ્સમેન સૂર્યકુમાર યાદવનો સમાવેશ થાય છે. વેસ્ટ ઈન્ડિઝનો કિરોન પોલાર્ડ એકમાત્ર વિદેશી ખેલાડી છે જેને જાળવી રાખવામાં આવ્યો છે.