- હાર્દિક પટેલ હાજર હો!!
- પાટીદાર અનામત આંદોલન મામલે પૂંજ કમિશને આપી નોટીસ
- પોલીસ દમનની તપાસ માટે થઇ છે પૂંજ કમિશનની રચના
- 5 ઓગસ્ટ 2015ના રોજ અમદાવાદમાંથી શરૂ થયો હતો ઘટના ક્રમ
- હાર્દિક પટેલ, ચિરાગ પટેલ, કેતન પટેલ સહિતનાં લોકોને હાજર રહેવા નોટીશ
વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન સમયે થયેલ પોલીસ દમનની તપાસ માટે રચાયેલાં હાઈકોર્ટનાં નિવૃત્ત ન્યાયમૂર્તિ કે. એ. પૂંજની તપાસ પંચની કામગીરી આ મહિનાના અંતમાં પૂર્ણ થઈ રહી છે. અને પૂંજ કમિશન આગામી 30મી સપ્ટેમ્બર પછી રાજ્ય સરકારને આ મામલે પોતાનો અહેવાલ સુપરત કરશે, ત્યારે કમિશન દ્વારા પાટીદાર અનામત આંદોલનમાં મહત્વનો ભાગ અદાકરનાર હાદિર્ક પટેલને પોતાની સામે હાજર રહેવાનું ફરમાન કર્યું છે.
આપને જણાવી દઇએ કે, 25 ઓગસ્ટ 2015ના રોજ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં હાર્દિક પટેલ અને પાસની આગેવાની હેઠળ વિશાળ જનસભા યોજાઈ હતી. જે બાદ હાર્દિક પટેલની અટકાયત કરવામાં આવ્યા બાદ હિંસા ભડકી ઉઠી હતી. અને તે બાદ પોલીસ દમનની ચોંકાવનારી હકીકત દુનિયા સામે આવી હતી. પાટીદારો પર થયેલ પોલીસ દમન મામલે ગુજરાત સરકારે ઓક્ટોબર 2017માં ગુજરાત હાઈકોર્ટના નિવૃત જજની અધ્યક્ષતામાં પૂંજ કમિશનની રચના કરી હતી.
અમદાવાદના GMDC ખાતે પાટીદાર આંદોલન બાદ થયેલ પોલીસ દમન મામલે જસ્ટિસ પૂંજ કમિશને હાર્દિક પટેલને અચૂક હાજર રહેવા માટે આદેશ કર્યો છે. પૂંજે કમિશને હાર્દિક પટેલ, કેતન પટેલ, અમરીશ પટેલ સહિતનાં પાસનાં આગેવાનોને હાજર રહેવા માટે નોટિસ આપી છે.
જસ્ટિસ પૂંજ કમિશને આ મામલે જવાબ રજૂ કરવા માટે તત્કાલિન પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલને 16મી સપ્ટેમ્બરે અચૂક હાજર રહેવા નોટિસ આપી છે. તપાસ પંચ દ્વારા હાર્દિક ઉપરાંત પાટીદાર અનામત આંદોલન સમિતિ સાથે સંકળાયેલા ચિરાગ પટેલ, કેતન પટેલ, અમરીશ પટેલ સહિતના આગેવાનોને પણ નોટિસ મોકલી છે. કમિશને ચિરાગ પટેલને 21મી સપ્ટેમ્બરે હાજર રહેવા માટે નોટિસ આપી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.