પાટીદાર આંદોલનથી લોકોની ચાહના મેળવનાર હાર્દિક પટેલની સામે તેના ટૂંકા રાજનીતિ કરિયરમાં તેને જેટલી પ્રસિદ્ધિ મળી નથી તેની સામે એટલા ગુના દાખલ થઇ ગયા છે કે હવે તેને તે તમામ ગુનાઓ નડી રહ્યા છે. હાર્દિક ની સામે ગુજરાતની અંદર જુદી જુદી જગ્યાએ જાહેરનામા ભંગ જેવા સામાન્ય ગુનાથી લઈને રાજદ્રોહ સુધીના ગંભીર ગુના દાખલ છે. તેથી હાર્દિકના પાસપોર્ટને કોર્ટમાં જમા કરાવામાં આવ્યું છે અને તેની શરતોને આધીન જામીન અરજી અગાઉ મંજુર કરવામાં આવી હતી. જામીન અરજીની અંદર શરતો કોર્ટે આપી હતી કે હાર્દિક કોર્ટની પરવાનગી લીધા વિના ગુજરાત નહિ છોડી શકશે.
આ શરતમાં રાહત મેળવવા માટે હાર્દિકના વકીલ વતી કોર્ટમાં એક પિટિશન દાખલ કરાઈ હતી. જેમાં હાર્દિકને તેના અંગત કારણસર કામથી ગુજરાતની બહાર જવાની જરૂર ઉભી થઇ હોવાથી તેણે કોર્ટ પાસેથી પરવાનગી માંગી હતી. જેમાં કોર્ટે આ મામલે સુનાવણી હાથ ધરતા સરકારવતી હાજર થયેલા વકીલ તેમજ હાર્દિકના વકીલે પોત પોતાની દલીલો રજુ કરી હતી. જેમાં નામદાર કોર્ટે બંને પક્ષોને સાંભળ્યા બાદ હાર્દિકની ગુજરાત બહાર જવાની પરવાનગી માંગતી અરજીને શરતોને આધીન મંજુર કરી દેવાનો હુકમ જાહેર કર્યો હતો.