Not Set/ હાઇકોર્ટ/ ઉંઝા પ્રવેશ મુદ્દે હાર્દિક પટેલને ઝટકો, જાણો શું કહ્યું હાઈકોર્ટે

ઉંઝા પ્રવેશ મુદ્દે હાર્દિક પટેલને ઝટકો ગુજરાત હાઇકોર્ટે ઉંઝા પ્રવેશની અરજી ફગાવી સોશિયલ મીડિયામાં કરેલી ટીપ્પણી ભારે પડી ગુજરાત હાઇકોર્ટે નોંધ્યું, દર્શનનો ઇરાદો નથી લાગતો ઊંઝામાં ચાલી રહેલા માં ઉમીયાના લક્ષચંડી  યજ્ઞમાં ભાગ લેવા અમે માં ઉમીયાના દર્શન કરવા માટે ગુજરાત કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલ તરફ થી મહેસાણામાં પ્રવેશ માટે અરજી કરવામાં આવી હતી. […]

Ahmedabad Top Stories Gujarat
રેશમા 2 હાઇકોર્ટ/ ઉંઝા પ્રવેશ મુદ્દે હાર્દિક પટેલને ઝટકો, જાણો શું કહ્યું હાઈકોર્ટે

ઉંઝા પ્રવેશ મુદ્દે હાર્દિક પટેલને ઝટકો

ગુજરાત હાઇકોર્ટે ઉંઝા પ્રવેશની અરજી ફગાવી

સોશિયલ મીડિયામાં કરેલી ટીપ્પણી ભારે પડી

ગુજરાત હાઇકોર્ટે નોંધ્યું, દર્શનનો ઇરાદો નથી લાગતો

ઊંઝામાં ચાલી રહેલા માં ઉમીયાના લક્ષચંડી  યજ્ઞમાં ભાગ લેવા અમે માં ઉમીયાના દર્શન કરવા માટે ગુજરાત કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલ તરફ થી મહેસાણામાં પ્રવેશ માટે અરજી કરવામાં આવી હતી.

આ અરજી અંગે આને ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હતી. જે અંગે ગુજરાત હાઇકોર્ટ તરફથી કોંગ્રેસના નેતા હાર્દિક પટેલને ધક્કો આપતા સમાચાર મળ્યા છે. મહેસાણાની હદ્દમાં પ્રવેશ મુદ્દે હાર્દિક પટેલની અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી છે.

ઊંઝામાં હાલ ઐતિહાસિક લક્ષચંડી મહાયજ્ઞ ચાલી રહ્યો છે. અને આ મહાયજ્ઞમાં ભાગ લેવા માટે દેશ વિદેશથી દર્શનાર્થીઓ ઉમટી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની ઊંઝા જવા પર સરકારે રોક લગાવી છે.  સોશિયલ મીડિયામાં હાર્દિકે કરેલી પોસ્ટની હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી હતી. હવે હાઈકોર્ટે પણ પ્રવેશબંધી પર મહોર લગાવી દેતાં હાર્દિક પટેલ લક્ષચંડી મહાયજ્ઞમાં ભાગ લઈ શકશે નહીં.

ઉલ્લેખનીય છે કે, સરકારે કાયદો વ્યવસ્થાની સ્થિતિનું કારણ જણાવીને હાર્દિક પટેલને મહેસાણામાં પ્રવેશવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. મહાયજ્ઞમાં હાજરી આપવાં કરતાં હાર્દિકનો ઈરાદો બીજો હોવાનું હાઈકોર્ટે અવલોકન કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.