ઘણાં સમયથી ખેડૂતો સ્વામીનાથન આયોગનો રીપોર્ટ લાગુ કરવા માંગે છે. જેને લઈને હરિયાણામાં હજારો ખેડૂતો શુક્રવારે દિલ્હી જવા માટે રવાના થશે. આ આંદોલને જોતા હરિયાણા પોલીસે સુરક્ષાની સંપૂર્ણપણે તૈયારી કરવાની વાત કહી છે.
વધુ એકવાર ભારતીય ખેડૂત યુનિયન ખેડૂતોની માંગોને લઈને બીજેપી સરકાર વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. શુક્રવાર 23 ફેબુ્રઆરીએ ખેડૂતો દિલ્હી જવા કૂચ કરશે. આ આંદોલનની સુરક્ષા માટે પોલીસ પણ એકદમ તૈયારીમાં છે. આટલી મોટી સંખ્યામાં ખેડૂતોને જોતા હરિયાણામાં અર્ધ સૈનિકોને ઉભા કરી દીધા છે.
વધુ જાણકારી આપતાં એસીપી કર્નલ જશ્નદીપસિંહ રંધાવાએ કહ્યું કે, સુરક્ષાની બધીજ તૈયારીઓ કરી છે તેમણે કહ્યું સીઆરએફ અને આરએએફ પણ અમે તૈયાર કરી લીધી છે. અને સાથે સાથે હરિયાણાની કેટલીક પોલીસ ટીમો પણ અમારી સાથે છે.
સુરક્ષા માટે અમે મુખ્ય નાકાઓ લગાવ્યાં છે અને પેટ્રોલિંગ પણ ચાલુ કરી દીધું છે જેના કારણે કોઈ પણ વ્યક્તિ સુરક્ષા વ્યવસ્થાને પોતાના હાથમાં ના લઇ શકે. તેમણે કહ્યું કે કોઈ પણને સંવિધાનમાં પોતાની વાતને રજુ કરવાનો પૂરો હક છે. પરંતુ કોઈ વ્યક્તિને કાનૂન વ્યવસ્થાને પોતાના હાથમાં લેવાનો કોઈને પણ અધિકાર નથી.
તેમણે જણાવ્યું કે બુધવારના રોજ અમે ડીજીપી સાથે એક મિટિંગ કરી હતી. જેમા ડીજીપીએ કડક આદેશ આપ્યા છે કે કાનૂન વ્યવસ્થાને કોઈ ભંગ ના કરે. અને જે કોઈ પણ વ્યક્તિ કાયદાને પોતાના હાથમાં લેશે તેના સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે.