Haryana Crime/ હરિયાણાના INLDના પ્રદેશ અધ્યક્ષ નફે સિંહની ગોળી મારી કરાઈ હત્યા, CCTV ફૂટેજ આવ્યા સામે, પુત્રએ નોંધાવી ફરિયાદ

હરિયાણાના બહાદુરગઢમાં INLDના પ્રદેશ અધ્યક્ષ નફે સિંહની અંધાધૂંધ ગોળીબાર કરીને હત્યા કરવામાં આવી હતી. આ સનસનાટીભર્યા બનાવના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હોવા છતાં પોલીસ આરોપીને પકડવામાં નિષ્ફળ રહી છે.

Top Stories India
Beginners guide to 40 2 હરિયાણાના INLDના પ્રદેશ અધ્યક્ષ નફે સિંહની ગોળી મારી કરાઈ હત્યા, CCTV ફૂટેજ આવ્યા સામે, પુત્રએ નોંધાવી ફરિયાદ

હરિયાણાના બહાદુરગઢમાં INLDના પ્રદેશ અધ્યક્ષ નફે સિંહની અંધાધૂંધ ગોળીબાર કરીને હત્યા કરવામાં આવી હતી. આ સનસનાટીભર્યા બનાવના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સીસીટીવીમાં જોવા મળી રહ્યું છે કે ગુનો કરતા પહેલા હુમલાખોરો કારમાં બેઠા હતા અને લાંબા સમય સુધી નફે સિંહના આવવાની રાહ જોતા હતા. નફેસિંહ રાઠીની હત્યા મામલે પુત્ર જિતેન્દ્ર રાઠીએ અજાણ્યા શખ્સો સામે હત્યાની ફરિયાદ નોંધાવી. જિતેન્દ્ર રાઠીએ પિતા નફેસિંહ રાઠીની હત્યાને લઈને સરકાર પણ આરોપ લગાવ્યો છે. જિતેન્દ્ર રાઠીએ કહ્યું કે તેમને છેલ્લા 7-8 મહિનાથી હુમલો થવા મા મલે માહિતી મળી હતી. જેને લઈને તેમણે પ્રશાસન સમક્ષ સુરક્ષાની માંગ પણ કરી હતી. અને તેમના પિતા સુરક્ષા મામલે મુખ્ય પ્રધાન મનોહરલાલને પણ મળ્યા હતા. પરંતુ તેમની વાતો પ્રસાસન દ્વારા નજર અંદાજ કરવામાં આવી. પ્રશાસને સુરક્ષા ના આપતા હત્યારોઓનો નફે સિંહની હત્યા કરવાનો ઇરાદો પાર પાડ્યો છે. જીતેન્દ્ર રાઠીએ હત્યા માટે જવાબદાર લોકો વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે.

CCTV ફૂટેજમાં કેદ થઈ ઘટના

INLDના પ્રદેશ અધ્યક્ષ અને બહાદુરગઢના બે વખતના ભૂતપૂર્વ ધારાસભ્ય નફે સિંહ રાઠીની અજાણ્યા લોકોએ ગોળી મારી હત્યા કરી. આ ઘટનાની CCTV ફૂટેજ સામે આવ્યા છે. CCTV ફૂટેજમાં દેખાય છે કે હત્યારાઓ નફે સિંહ રાઠીની રેકી કર્યા બાદ હત્યાના કારસ્તાનને અંજામ આપ્યો હતો. સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં દેખાય છે કે નફે સિંહ રાઠી પોતાની ફોર્ચ્યુનર કારમાં બહાદુરગઢ તરફ આવી રહ્યા હતા. ત્યારે સફેદ રંગના I-10 કાર નફે સિંહની કારનો પીછો કરી રહી છે. અને ઘટના સ્થળથી થોડે દૂર આ આઈ-10 જ કારમાં સવાર થયેલા અજાણ્યા ચાર બદમાશ લોકોએ નફે સિંહની ફોર્ચ્યુન કાર પર ગોળીઓ ચલાવવાનું શરૂ કર્યું.ગોળીબાર એટલો જોરદાર હતો કે ગોળીઓ કારના કાચ અને લોખંડની બોડીમાંથી પસાર થઈ અને નફે સિંહ રાઠી અને અંદર બેઠેલા અન્ય લોકોને વાગી હતી. નફે સિંહ ડ્રાઈવર સાથે આગળની સીટ પર બેઠા હોવાથી તેમનું ગોળી વાગતા જ ઘટના સ્થળે મોત નિપજ્યું. હુમલાખોરોએ સાંજે 5 વાગ્યે બારાહી રેલવે ફાટક પર નફે સિંહની કાર પર હુમલો કર્યો હતો. નફે સિંહ પર ગોળી ચલાવ્યા બાદ હુમલાખોરો ફરાર થઈ ગયા હતા.

ગોળી મારી કરાઈ હત્યા

નફે સિંહ રાઠીની પણ તેમના વાહન પર અંધાધૂંધ ફાયરિંગ કરીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં જ ઝજ્જર જિલ્લાના એસપી અર્પિત જૈન ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસ ઘટના સ્થળ પર પંહોચી મામલાની કાર્યવાહી હાથ ધરતા તાત્કાલિક નફેસિંહને બહાદુરગઢની બ્રહ્મા શક્તિ સંજીવની હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કરતા ગોળી વાગવાના કારણે મૃત્યુ થયુ હોવાનું જણાવ્યું. પોલીસે નફે સિંહની હત્યા મામલે ઘટના સ્થળની આસપાસ લાગેલા સીસીટીવી કેમેરાની તપાસ કરતાં એક શંકાસ્પદ કાર જોવા મળી છે. પોલીસ આ વાહનનો નંબર શોધવાનો પ્રયાસ કરી રહી છે. જો કે હજુ સુધી પોલીસને કોઈ નક્કર સુરાગ મળ્યો નથી. ઘણા કલાકો વીતી જવા છતાં પણ પોલીસ આ હત્યા કેસમાં ખાલી હાથ છે.

હત્યારો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

નફે સિંહના હત્યારાઓને પકડવા માટે બે ડીએસપી અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સને તપાસમાં તૈનાત કરવામાં આવી છે. નફે સિંહ રાઠીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બહાદુરગઢ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. આજે મૃતદેહનું પોસ્ટમોર્ટમ થશે. તેના બે સુરક્ષાકર્મીઓની હાલત હજુ પણ નાજુક છે. દરમિયાન, હરિયાણા પોલીસે 7 લોકો વિરુદ્ધ FIR નોંધી છે, જેમાંથી 4ની ઓળખ થઈ ગઈ છે. ડ્રાઈવર દ્વારા FIR દાખલ કરવામાં આવી છે. FIRમાં આરોપીઓના નામ નરેશ કૌશિક, રમેશ રાઠી, સતીશ રાઠી અને રાહુલ તરીકે દર્શાવવામાં આવ્યા છે. આરોપીઓ વિરુદ્ધ કલમ 147, 148, 149, 307, 302, 120B, 25-27-54-59 અને આર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

રાઠી સહિત તેમના સમર્થક અને સુરક્ષાકર્મીએ ગુમાવ્યો જીવ

જણાવી દઈએ કે હત્યારોએ રવિવારના રોજ રાઠી પર ત્યારે હુમલો કર્યો ત્યારે તે કોઈના મોત પરની શોકસભામાંથી પરત ફરી રહ્યા હતા.દરમિયાન હુમલાખોરોએ તેની ફોર્ચ્યુનર કાર પર પાછળથી ગોળીબાર શરૂ કર્યો હતો. આ ઘટનામાં નફેસિંહ રાઠીની સાથે તેમના સમર્થક જયકિશન દલાલ મંડૌથીનું પણ ઘટનાસ્થળે જ મોત થયું હતું. અને એક સુરક્ષાકર્મીએ પણ જીવ ગુમાવ્યો હતો. જ્યારે તેમના ડ્રાઈવર અને સુરક્ષા કર્મચારીઓને પણ ઘણી ગોળીઓ વાગતા તેમની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. નફે સિંહ પર જે સમયે આ હુમલો થયો તે સમયે તેની ફોર્ચ્યુનર કારમાં કુલ પાંચ લોકો હાજર હતા. નફેસિંહ રાઠીની હત્યાના કલાકો પસાર થવા છતાં મામલાની તપાસ કરી રહેલ પોલીસ દ્વારા કોઈની ધરપકડ કરવામાં આવી નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:લગ્ન પહેલા પતિએ બળાત્કાર કર્યો હોવાનો પત્નીનો આક્ષેપ

આ પણ વાંચો:ગુજરાત યુનિવર્સિટી ડ્યુઅલ ડિગ્રી માટે વિદ્યાર્થીઓને સુલભતા પ્રદાન કરશે

આ પણ વાંચો:મહેસાણામાં વાળીનાથ મહાદેવ ખાતે સુવર્ણ શિખર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ, જાણો શું કહ્યું PM મોદી

આ પણ વાંચો:આણંદની સમરસ હોસ્ટેલ ખરાબ ભોજનનો આરોપ, વિદ્યાર્થીનીઓનો હોબાળો