મહીસાગર,
મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં આવેલું હાથીવન ગામ હજી પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. હાથીવન ગ્રામ પંચાયતના કોકરીયા પેટા વણજારીયા ગામ પાકા રસ્તાઓ અને વિકાસના કામો આજદિન સુધી જોયા નથી.
બિસ્માર માર્ગને કારણે ચોમાસાની ઋતુમાં ખૂબ મોટી સમસ્યા ઉભી થાય છે. તો બિમાર વ્યકિતને હોસ્પિટલ લઇ જવામાં જોખમી સવારી ખેડવી પડે તેમ છે.
આ એટલી હદે માર્ગ ખાડાઓથી ખડબચડો છે. કે એમ્બ્યુલન્સ કે કોઇ વાહન આવન જાવન કરી શકે તેમ નથી. એકબાજુ સરકાર દ્રારા રાજયને વિકાસ મોડલ તરીકે ઢીંઢોરો પીટવામાં આવે છે.
મોટા કાર્યક્રમો કરી કરોડો રૂપિયાનો ધૂમાડો કરવામાં આવે છે. તો બીજી બાજુ વિકાસ મોડલ રાજયના લોકો પ્રાથમિક જરૂરિયાતોથી વંચિત છે. ગ્રામજનો વિકાસની રાહ જોઇને બેઠા છે.