ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક એચડીએફસી બેંકનાં ખાતાધારકોને સોમવારે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. એચડીએફસી એકાઉન્ટ ધારકો સોમવારનાં દિવસે નેટ બેન્કિંગ અને મોબાઇલ બેન્કિંગ સેવાઓનો ઉપયોગ કરી શક્યા નહીં. એચડીએફસીની મોબાઇલ એપ્લિકેશન કાર્યરત નથી, અને ન તો નેટબેંકિંગ લોગ ઇન થઇ રહ્યુ છે. ન તો એચડીએફસી વેબસાઇટ કામ કરી રહી છે અને ન તો મોબાઇલ એપ્લિકેશન. લોકો નેટબેંકિંગ દ્વારા લોગઇન કરી શક્યા નહી. એચડીએફસીમાં આ સમસ્યા લાખો ગ્રાહકોને અસર કરી રહી છે. જેને લઇને લોકોએ સોશિયલ મીડિયા પર નારાજગી વ્યક્ત કરી હતી.
એચડીએફસી એકાઉન્ટ ધારકો બેંકિંગ સેવાનો ઉપયોગ કરવામાં અસમર્થ થઇ રહ્યા છે. ન તો વેબસાઈટ ખુલી રહી છે અને ન તો લોકો નેટ બેન્કિંગ દ્વારા કનેક્ટ થઈ શકે છે. બેંકની મોબાઈલ એપ પણ અટકી ગઈ છે. આને કારણે ગ્રાહકોને મુશ્કેલી ઉભી પડી રહી છે. ઘણા વપરાશકર્તાઓ તેમની મુશ્કેલીઓને ટ્વિટર દ્વારા એચડીએફસી સુધી પહોચાડવાનો પ્રયત્ન કરતા જોવા મળ્યા હતા. લોકો દ્વારા અનેક કલાકોની ફરિયાદો બાદ એચડીએફસી બેંક તરફથી આ ટ્વિટ આવ્યું હતું, જેમાં સૂચવવામાં આવ્યું હતું કે ટેકનિકલ કારણોસર બેંકની નેટ બેન્કિંગ અને મોબાઇલ બેંકિંગ એપ્લિકેશનો પર લોગ ઇન નથી થઇ રહ્યુ.
બેંકે સાંજે 6.15 વાગ્યે ટ્વિટર હેન્ડલ પર ટ્વીટ કરીને તેના ગ્રાહકોને ગડબડી વિશે માહિતી આપી હતી. એચડીએફસી રાત્રે 10.11 સુધી તેની સેવાઓ ફરી શરૂ કરવામાં નિષ્ફળ રહી હતી. એચડીએફસી દ્વારા ટ્વિટ કરીને માહિતી આપવામાં આવી હતી કે અમારા કેટલાક ગ્રાહકો ટેકનિકલ ખામીનાં કારણે નેટબેંકિંગ અને મોબાઇલ બેંકિંગ એપ્લિકેશનમાં લોગ ઇન કરી શકતા નથી. ટેકનિકલ ટીમ સતત આના પર કામ કરી રહી છે, જેથી આ સમસ્યા વહેલી તકે ઉકેલી શકાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.