Bhuj News : કચ્છ જિલ્લાના લખપત અને અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવના કેસને લઈને કચ્છ જિલ્લા વહીવટીતંત્ર તેમજ આરોગ્ય વિભાગની પ્રવર્તમાન કામગીરી તથા સ્થિતિની આજરોજ પ્રભારી સચિવ તથા આરોગ્ય કમિશ્નર હર્ષદ પટેલે જિલ્લા કલેક્ટરઅમિત અરોરા સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજીને સમીક્ષા કરી હતી.
બેઠકમાં ઇન્ફેક્શસ ડિસીઝ કંટ્રોલ નોડલ ઓફીસર ડો.કમલેશ ઉપાધ્યાયે આરોગ્ય કમિશ્નરને અસરગ્રસ્ત અબડાસા અને લખપત તાલુકામાં નવા કેસ અને માનવ મૃત્યુની પ્રવર્તમાન સ્થિતિથી વાફેક કરીને રીસર્ચ મુજબ આ પ્રકારના કેસમાં આગામી સમયમાં શું સારવાર કરી શકાય તે અંગે આરોગ્ય નિષ્ણાંતો દ્વારા બનાવાયેલા ટ્રીટમેન્ટ પ્રોટોકલથી અવગત કર્યા હતા. શંકાસ્પદ તાવના કેસમાં ખાનગી તથા સરકારી સારવાર કેન્દ્રમાં કઇ રીતે સારવાર આપવી તે અંગેના તમામ દિશાનિર્દેશ ટ્રીટમેન્ટ પ્રોટોકલમાં સમાવાયા હોવાનું જણાવીને આ પ્રોટોકલ કચ્છના તમામ ડોકટરો અને હોસ્પિટલોને આપવામાં આવશે તેવું જણાવ્યું હતું.
પ્રભારી સચિવશ્રી હર્ષદ પટેલે જુના કેસ તથા નવા કેસની માહિતી સાથે શંકાસ્પદ તાવના લક્ષણો અંગે જાણકારી મેળવી હતી. આ અનુસંધાને આરોગ્ય વિભાગને રીસર્ચ માટે એક ડેટાબેઝ તૈયાર તથા તમામ બાબતોનું ડૉક્યુમેન્ટેશન કરવા ખાસ સૂચના આપી હતી. અસરગ્રસ્ત વાંઢની આસપાસના ગામમાં પણ તાવના કેસમાં ખાસ મોનીટરીંગ સહિતના પગલા ભરવા, તેમજ તે વિસ્તારના ખાનગી દવાખાના કે ડોકટર પાસેથી પણ તાવના કેસનું નિયમિત માહિતી મેળવવા જણાવ્યું હતું. તેમણે દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે દિશામાં ખાસ ભાર મૂકવા જણાવ્યું હતું. આરોગ્ય વિભાગ પાસે સારવારની તૈયારીની તમામ માહિતી લઇને તે અંગે જરૂરી માર્ગદર્શન સાથે ઉપસ્થિત આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ તથા નિષ્ણાંતો સાથે જરૂરી પગલા ભરવા અંગે ચર્ચા કરી હતી.
આરોગ્ય વિભાગ દ્વારા દવા છંટકાવ, ફોગીંગ સહિતના પગલાની માહિતી મેળવવા સાથે પશુપાલન વિભાગ દ્વારા કરાતી કામગીરીની પણ સમીક્ષા કરી હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.પ્રજાપતિ, ડેપ્યુટી ડાયરેકટર એપિડેમીકશ્રી ડો.જયેશ કતીરા, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.આર.આર.ફુલમાલી, ડો.નિતીન રાઠોડ, ડો.એસ.એસ.ચેટરજી, ડો.જયંત ચૌહાણ, ડો.મનોજ દવે સહિતન આરોગ્ય વિભાગના નિષ્ણાંત તબીબો અને અધિકારીશ્રીઓ ઉ૫સ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો:આવતીકાલે ધો.12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ
આ પણ વાંચો:લેટ ફી સાથે ગુજકેટ અરજીની તારીખ લંબાવવામાં આવી…
આ પણ વાંચો:પરિવારના પાંચ સભ્યોના ગુમ થયાનો ભેદ અકબંધ, જામનગર પોલીસ શરૂ કરી શોધખોળ