રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘનો આદેશ અનુસાર ગુજરાતમાં ફરજ બજાવતા આરોગ્ય કર્મચારીઓ આજથી હડતાલમાં જોડાયા છે. જે હડતાલને ભાવનગર આરોગ્ય કર્મચારીઓ દ્વારા પણ સમર્થન આપવામાં આવતા ભાવનગર જીલ્લાના આરોગ્ય કર્મચારીઓ આજે હડતાલમાં જોડાઈ સૂત્રોચ્ચાર કરી હડતાલને સમર્થન આપ્યું હતું.
આ પણ વાંચો: સરકાર ની ગાઈડલાઇન મુજબ ઉજવાશે ઉતરાયણ, ડ્રોન મારફતે પોલીસ રાખશે નજર
આ પણ વાંચો: બર્ડ ફ્લુના કારણે લોકોમાં ભયનો માહોલ, ચીકન અને ઈંડાના ભાવમાં ઘટાડો
છેલ્લા એક વર્ષથી કોરોના જેવા જીવલેણ રોગમાં દિવસ રાત લોકોના સ્વાસ્થની ચકાસણી કરતા આરોગ્ય કર્માંચારીઓ તેઓની વિવિધ માંગને લઈને હડતાલ પર ઉતર્યા છે. તો બીજી તરફ કોરોનાની દવા આજે ગુજરાતમાં આવી ગઈ છે જેને ચુસ્ત બંદોબસ્ત સાથે અમદાવાદ સહિતના ગુજરાતના રાજકોટ, સુરત, વડોદરા સહિતના મોટા શહેરોમાં મોકલવાની તજવીજ સરકાર દ્વારા હાથ ધરવામાં આવી છે. ત્યારે કોરોનાની દવા લોકોને હવે મળી રહેશે. જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે જયારે બીજી તરફ હવે આરોગ્ય કર્મચારીઓ પોતાની માંગણીઓને લઈને હડતાલ પર ઉતર્યા છે. જેમાં રાજ્ય કર્મચારી મહાસંઘના આદેશ અનુસાર ગુજરાતમાં ફરજ બજાવતા આરોગ્ય કર્માંચારીઓ આજે હડતાલ પર ઉતર્યા હતા.
આ હડતાળને ભાવનગર જીલ્લા આરોગ્ય કર્મચારીઓ દ્વારા સમર્થન આપ્યું હતું. અને કહ્યું હતું કે અમારો પરિવાર વેક્સિન લેશે નહિ, સાથે જ વેક્સિનના કાર્યક્રમમા જોડાશે નહી જેના લીધે સરકાર હવે અસમંજસ પરિસ્થિતિમાં મુકાઈ જવા પામી છે. તેમજ આરોગ્ય કર્મચારીઓ હડતાળ પર ઉતરતા પ્રજા પણ આતુરતાથી રાહ જોઈ રહી હતી. તે વેક્સીન પણ તેઓને મોડી મળે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…