રામાયણ વિષે અત્યાર સુધીમાં તમે ઘણી વાતો સાંભળી હશે, રાવણ જયારે માતા સીતાનું અપહરણ કરીને લંકામાં લઇ આવે છે. અને તેમને પોતાનીસાથે મહેલમાં રાખવા માટે આગ્રહ કરે છે. અને સીતા માતા સામે લગ્ન માટે પ્રસ્તાવ મુકે છે. પરંતુ માતા સીતા પતિવ્રતા હતા એટલા માટે તેમણે રાવણની સામે જોયું સુદ્ધાં નાં હતું.
માતા સીતાએ મહેલમાં રહેવા અને રાવણની પત્ની બનવાની સ્પષ્ટ ના કહી દીધી. સીતા પાસેથી આવો જવાબ મેળવીને રાવણને અપમાનિત થયાનો અહેસાસ થયો અને માતા સીતાને ધમકી આપી કે તે લગ્ન માટે રાજી નહિ થાય, તો તે તેની હત્યા કરી દેશે. રાવણની અહંકાર ભરેલી ધમકી સાંભળીને માતા સીતા એ રાવણ ને કેટલીક વાતો જણાવી હતી.
માતા સીતાએ રાવણને કહ્યું કે અહંકાર માણસનો સૌથી મોટો દુશ્મન હોય છે. અહંકારને કારણે માણસની બુદ્ધી નાશ થઇ જાય છે અને તે પોતાને સર્વશ્રેષ્ઠ અને બીજા પ્રાણીઓને તુચ્છ સમજવા લાગે છે. તેને એ વાતનો જરા પણ આભાસ નથી થતો કે તે અહંકાર તેના અંતનું કારણ બની શકે છે. જેમ કે રાવણ સાથે થયું હતું. રાવણના અંતનું કારણ તેનો અહંકાર જ હતો.
માતા સીતા એ રાવણને જણાવ્યું કે ભલે માણસ પોતાને કેટલો પણ શક્તિશાળી અને પૈસાદાર કેમ ન સમજે, જો તેને પોતાના ધન અને બળનું થોડું પણ ઘમંડ થઇ જાય, તો તેને તેના ધન અને બળનો કોઈ લાભ નથી મળતો. તે માણસ કોઈ ભિખારી જેવો બની જાય છે અને તેનો સર્વનાશ થવો નક્કી હોય છે.
માતા સીતા એ રાવણને કહ્યું કે જે વ્યક્તિ કોઈ પરસ્ત્રી ઉપર ખરાબ દ્રષ્ટિ રાખે છે અને કોઈ સ્ત્રીની ઈચ્છા વિરુદ્ધ તેને સ્પર્શવાનો પ્રયાસ કરે છે. તે માણસ સૌથી મોટો દુરાચારી અને પાપી હોય છે. તેને તેના જીવનમાં પાપની સજા જરૂર મળે છે. તેના પાપનો ઘડો એક દિવસ જરૂર ફૂટી જાય છે. અને એવા વ્યક્તિને નરકમાં પણ જગ્યા નથી મળતી.
માતા સીતાએ રાવણને સૌથી મહત્વની વાત એ જણાવી હતી કે જો માણસ કેટલો પણ શક્તિશાળી કેમ ન હોય. જો તે માણસ પોતાના બળનો યોગ્ય ઉપયગો નહિ કરે તો તેનું બળ જ તેના જીવ માટે નુકશાનકારક બને છે. જે વ્યક્તિ પોતાના બળનો ઉપયોગ ખોટા કામો માટે કરે છે. તેનું મૃત્યુ સમય પહેલા પણ થઇ જાય છે. રાવણને પોતાના બળ ઉપર ઘણું ઘમંડ હતું પણ તેનો જે અંત થયો તો તે તમને ખબર જ છે.