Dwarka News: દેવભૂમિ દ્વારકા (Dwarka) જિલ્લામાં મુશળધાર વરસાદ (Heavy Rain) વરસી રહ્યો છે. ધોધમાર વરસાદને પગલે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દ્વારકાનો દરિયો તોફાની બન્યો છે. અને ઠેર-ઠેર વિસ્તારોમાં પાણી ભરાયા છે. મુશળધાર વરસાદને પગલે પાણી ભરાતા લોકો મકાનની છત પર જવા મજબૂર થયા હતા. ધુમથર ગામેથી 4 લોકોનું રેસ્કયુ કરાયું. કેટલાકના ઘરોમાં પાણી ઘૂસી જતા જીવ બચાવવા ગામમાં મકાનની છત પર ચઢી ગયા. 24 કલાક મકાનની છત પર ફસાયેલા લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરાયું.
ધુમથર ગામમાં મકાનની છત પર આશરો લેનારા લોકોને કોસ્ટગાર્ડની ટીમે હેલિકોપ્ટરથી રેસ્કયુ કરી આબાદ બચાવ કર્યો. રાજ્ય સરકારના સીધા માર્ગદર્શનમાં કલેકટર જી.ટી.પંડ્યાના દિશા દર્શનમાં જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જતા સાથે નાગરિકોની મદદ માટે સતત કાર્યશીલ છે.
ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ લીધે પાણીની પ્રવાહ વચ્ચે ફસાયેલા કલ્યાણપુર તાલુકાના ધૂમથર ગામેથી ૦૪ વ્યક્તિઓને કોસ્ટ ગાર્ડ દ્વારા એર લીફ્ટિંગ કરી સલામત રીતે બહાર લાવવામાં આવ્યા હતી. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લા કંટ્રોલરૂમ ખાતેથી સંપર્ક વિહોણા ગામ કોમ્યુનિકેશન કરી સતત મદદ પહોંચાડવામાં આવી રહી છે.
જયસુખ મોદી, દ્વારકા, મંતવ્ય ન્યૂઝ….
આ પણ વાંચો: દ્વારકા નજીક ભારતીય તટરક્ષક દળે 13 માછીમારોને બચાવ્યા
આ પણ વાંચો: દ્વારકાધીશ મંદિરમાં કૃષ્ણ ભક્તોને લઈ મહત્વના સમાચાર, જાણો જન્માષ્ટમીને લઈ મહત્વનું અપડેટ
આ પણ વાંચો: જન્માષ્ટમીના દિવસે આજે જગતનગરી દ્વારકામાં ભવ્ય ઉત્સવની ઉજવણીનો માહોલ