Not Set/ બંગાળની રાજનીતિમાં ગરમાવો, ટીએમસી નેતાઓને નજરકેદ રાખવાના વિરોધમાં SC પહોંચી CBI

નારદા કેસમાં નાટકીય ઘટનાક્રમમાં, તૃણમૂલ કોંગ્રેસનાં ચાર નેતાઓ ફરહાદ હાકીમ, મદન મિત્રા, સુબ્રત મુખર્જી અને સોવન ચેટર્જીને ન્યાયિક કસ્ટડીમાં મોકલવાને બદલે ‘નજરકેદ’ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો

Top Stories India
cartoon 41 બંગાળની રાજનીતિમાં ગરમાવો, ટીએમસી નેતાઓને નજરકેદ રાખવાના વિરોધમાં SC પહોંચી CBI

નારદા કેસમાં નાટકીય ઘટનાક્રમમાં, તૃણમૂલ કોંગ્રેસનાં ચાર નેતાઓ ફરહાદ હાકીમ, મદન મિત્રા, સુબ્રત મુખર્જી અને સોવન ચેટર્જીને ન્યાયિક કસ્ટડીમાં મોકલવાને બદલે ‘નજરકેદ’ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જેની સામે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ સુપ્રીમ કોર્ટનો રસ્તો પસંદ કર્યો છે.

રાજકારણ / સુબ્રમણ્યમ સ્વામીએ બિન-ભાજપ શાસિત રાજ્યોને રસીની અછત માટે એક સાથે આવવાની આપી સલાહ

સીબીઆઈ તરફથી ટીએમસી નેતાઓને નજરકેદ કરવાની મંજૂરી આપતા કોલકતા હાઇકોર્ટનાં આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપ્યો છે અને આજે સુનાવણી સ્થગિત કરવાની માંગ કરી છે. તાજેતરમાં જ કોલકાતા હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં તૃણમૂલ કોંગ્રેસનાં ચાર નેતાઓને નજરકેદ રહેવાનો આદેશ આપ્યો છે. આ ચુકાદો કોલકાતા હાઇકોર્ટનાં કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ રાજેશ બિંદલ અને ન્યાયાધીશ અરિજિત બેનર્જીની ખંડપીઠે આપ્યો હતો. કોલકત્તા હાઈકોર્ટે ચારેય નેતાઓને જામીન આપી દીધા હતા અને સાથે આદેશ આપ્યો હતો કે ધરપકડ કરાયેલા ચાર ટીએમસી નેતાઓને નજરકેદ રાખવામાં આવે અને તમામ તબીબી સુવિધા આપવામાં આવે.

યાશ સામે યુદ્ધ / યાશ વાવાઝોડા સામે નિપટવા યુદ્ધ જેવી તૈયારી શરૂ, નૌકાદળ-વાયુદળ ભયાનક સ્થિતિનો સામનો કરવા થયા સજ્જ

આપને જણાવી દઈએ કે, સીબીઆઈએ ગયા સોમવારે 2016 નાં નારદા સ્ટિંગ ઓપરેશન કેસમાં પશ્ચિમ બંગાળનાં પ્રધાનો સુબ્રત મુખર્જી અને ફિરહાદ હાકીમ, ટીએમસીનાં ધારાસભ્ય મદન મિત્રા અને કોલકાતાનાં પૂર્વ મેયર સોવન ચેટર્જીની ધરપકડ કરી હતી. જે બાદ મામલાએ હવા પકડી હતી. બંગાળમાં તમામ વિસ્તારોમાં હિંસા જોવા મળી હતી. તૃણમૂલ કોંગ્રેસનાં નેતાઓ અને મંત્રીઓની રીહાની માંગ માટે ટીએમસી કાર્યકરોએ સીબીઆઈ ઓફિસની બહાર પણ હંગામો મચાવ્યો હતો. ધરપકડનાં વિરોધમાં ખુદ મમતા બેનર્જી પણ સીબીઆઈ ઓફિસ પહોંચી હતી અને તેઓ ધરણા પર બેઠા હતા.

majboor str 17 બંગાળની રાજનીતિમાં ગરમાવો, ટીએમસી નેતાઓને નજરકેદ રાખવાના વિરોધમાં SC પહોંચી CBI