- પુણા પોલીસ ચોકી પાસે બની આગની ઘટના
- ગાયના તબેલામાં લાગી આગ
- આગને પગલે અફરાતફરી નો માહોલ
- ફાયરની 4 ગાડી થઈ રવાના
- આગનું કારણ અકબંધ
સુરત અને આગને ચોળી દામનો સાથ બંધાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. છાસવારે સુરત ખાતે નાની મોટી આગની ઘટનાઓ બની રહી છે. આજે સુરતના પુણા વિસ્તારમાં પોલીસ ચોકી પાસે આવેલા ગાય-ભેંસના તબેલામાં આગ લાગી હતી. તબેલા લાગેલી આગથી આસપાસ ભયનો માહોલ સર્જાયો હતો.
આગની ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આગ ક્યા કારણોસર લાગી તે હજુસુધી જાણવા મળ્યું નથી. ગાય-ભેંસના તબેલામાં આગ લાગતાં દૂર દૂર સુધી ધૂમાડા દેખાયાં હતાં. જેથી આસપાસના રોડ પરથી પસાર થતાં લોકોમાં ડરનો માહોલ પેદા થયો હતો અને ઘટના સ્થળે પહોંચી ગયાં હતાં. જેથી રસ્તા પર પણ ટ્રાફિક સર્જાયો હતો.
તબેલામાં પતરાની ઉપર નાખેલા ઘાંસ તથા તબેલાની અંદરના ઘાંસમાં લાગેલી આગના મોટી હોવાના કારણે ડુંભાલ, કાપોદ્રા, ઘાંચી શેરી સહિત આજુબાજુની ફાયર બ્રિગેડની ટીમ અને કતારગામ તથા ડિંડોલી ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસો હાથ ધર્યાં છે. સાથે પુણા પોલીસ સ્ટેશનના જવાનો પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને લોકોના ટોળાના વિખેરવાની કામગીરી શરુ કરી હતી.
આગની ઘટનાની જાણ થતા જ તબેલામાં બાંધવામાં આવેલા 15-20 જેટલા પશુઓને તાત્કાલિક છોડી મુકવામાં આવ્યા હતા. ફાયરબ્રિગેડ દ્વારા ઘટના સ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. પરંતુ પતરાના શેડના કારણે આગ પર કાબૂ મેળવવામાં ફાયરબ્રિગેડને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
નીચે ગાય ભેંસ બાંધવાનો તબેલો હતો અને ઉપરના માળે પશુઓ માટેની નીરણ માટેની વ્યવસ્થા કરાઈ હતી. ઘાંસમાં આગ લાગતાં તે ખૂબ જ ઝડપથી પ્રસરી ગઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.