વરસાદ/ શાહીન વાવાઝોડાનાં કારણે મુંબઈથી ગુજરાત સુધી ભારે વરસાદનું Alert જાહેર

ચક્રવાત ‘ગુલાબ’ ચક્રવાત ‘શાહીન’ તરીકે પરત ફરવાનું છે અને આ કારણોસર મુંબઈથી ગુજરાત સુધી ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.

Top Stories Gujarat Others
11 287 શાહીન વાવાઝોડાનાં કારણે મુંબઈથી ગુજરાત સુધી ભારે વરસાદનું Alert જાહેર

રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર થઇ છે. રાજ્યમાં ચોમાસાની ઋતુનો 93.88 ટકા વરસાદ નોંધાયો છે. જો કે હજુ પણ રાજ્યમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી છે. ચક્રવાત ‘ગુલાબ’ ચક્રવાત ‘શાહીન’ તરીકે પરત ફરવાનું છે અને આ કારણોસર મુંબઈથી ગુજરાત સુધી ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.

11 288 શાહીન વાવાઝોડાનાં કારણે મુંબઈથી ગુજરાત સુધી ભારે વરસાદનું Alert જાહેર

આ પણ વાંચો – વરસાદ / રાજ્યનાં 209 તાલુકામાં મેઘમહેેર, જૂનાગઢનાં વિસાવદરમાં નોંધાયો સૌથી વધુ 12 ઇંચ વરસાદ

આપને જણાવી દઇએ કે, મુંબઈથી ગુજરાતનાં દરિયાકાંઠેની તમામ દરિયાઈ પ્રવૃત્તિઓ 3 ઓક્ટોબર સુધી બંધ કરી દેવામાં આવી છે. સમુદ્રમાં, IMD નાં વરિષ્ઠ વૈજ્ઞાનિક આર.કે. જેનમની, જેમણે મીડિયાને વાવાઝોડા વિશે માહિતી આપી અને કહ્યું કે ‘શાહીન’ પણ ખૂબ જ શક્તિશાળી હશે. અગાઉ પણ હવામાન વિભાગે કહ્યું હતું કે, અરબી સમુદ્ર ઉપર વધુ એક લો પ્રેશર એરિયા બની રહ્યું છે, જે ચક્રવાતમાં ફેરવાય તેવી શક્યતા છે, જે 30 સપ્ટેમ્બરે મજબૂત સ્વરૂપ ધારણ કરવા જઈ રહ્યું છે, આ ચક્રવાતનું નામ “શાહીન” છે. આ વખતે તોફાનનું નામ કતાર દેશ દ્વારા આપવામાં આવ્યું છે, જ્યારે ‘ગુલાબ’ નામ પાકિસ્તાન દ્વારા આપવામાં આવ્યું છે. IMD એ કહ્યું કે, ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની સંભાવના છે, જેના માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જ્યારે આજે સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, રાજકોટ અને જામનગર, આણંદ અને ભરૂચમાં વરસાદની સંભાવના છે. વળી 30 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી બિહારનાં વિવિધ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે, જેની હવામાન વિભાગે ચેતવણી પણ જારી કરી છે. જણાવી દઇએ કે, ગુજરાતમાં વાવાઝોડાનાં એલર્ટ વચ્ચે માછીમારોને દરિયો ન ખેડવાની અપીલ કરવામાં આવી છે.

11 289 શાહીન વાવાઝોડાનાં કારણે મુંબઈથી ગુજરાત સુધી ભારે વરસાદનું Alert જાહેર

આ પણ વાંચો – વરસાદ / ગુલાબ વાવાઝોડાની અસર ગુજરાતમાં, 1 ઓક્ટોબરે ભારેથી અતિભારે વરસાદની આગાહી

આપને જણાવી દઈએ કે, ચક્રવાત ‘ગુલાબ’ ની અસરને કારણે, બુધવારે પશ્ચિમ બંગાળનાં વિવિધ ભાગોમાં ભારે વરસાદ થયો હતો અને ગુરુવારે પણ આ જ હવામાન રહેવાની સંભાવના છે. IMD અનુસાર, પુરુલિયા, બાંકુરા અને પશ્ચિમ બર્ધમાન જિલ્લાઓમાં આજે ભારે વરસાદ પડી શકે છે, જ્યારે આગામી બે કલાક દરમિયાન યમુનાનગર (હરિયાણા) અને તેની આસપાસ હળવા તીવ્રતાનાં વરસાદની સંભાવનાઓ છે, જેની અસર દિલ્હીનાં હવામાન પર પણ જોવા મળશે. અહીં હળવા ઝરમર વરસાદ પડી શકે છે. આપને જણાવી દઇએ કે, રાજ્યનાં અલગ-અલગ જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે, જેમા સૌથી વધુ જૂનાગઢનાં વિસાવદરમાં 12 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત અમરેલીનાં લીલીયામાં 6 ઇંચ, દ્વારકાનાં ખંભાળિયામાં 6 ઇંચ, કલ્યાણપુર 5.5 ઇંચ, ભરૂચ શહેરમાં 5.5 ઇંચ, જૂનાગઢનાં માંગરોળમાં 5.5 ઇંચ, અમરેલીનાં જાફરાબાદમાં 5.5 ઇંચ ગીર સોમનાથનાં વેરાવળમાં 5 ઇંચ, અમરેલીનાં બગસરામાં 5 ઇંચ, ભાવનગરનાં જેસરમાં 5 ઇંચ, જામનગર શહેરમાં 5 ઇંચ, લાલપુર-કાલાવાડમાં 4-4 ઇંચ વરસાદ નોંધાયો છે.