ગુજરાત,
દક્ષિણ ગુજરાત સિવાય રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પાછો ખેંચાયો છે. પરંતુ આગામી બે દિવસ મધ્ય લેવલે રચાયેલા સેરઝોનથી રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદ પડશે. જ્યારે આવતીકાલે બંગાળની ખાડીમાં સ્ટ્રોંગ લો-પ્રેશર સર્જાવાની આગાહી વ્યક્ત કરાઈ છે જેથી 14 જુલાથી 20 જુલાઈ સુધી રાજ્મયાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હાલ સુરતમાં ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિકાસ્તારોમા પાણી ભરાયા હતા. ગત મોડી રાતથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ગરનાળાઓમાં કમરકસ પાણી ભરાયા હતા. ઉકાઈ ડેમમાં 5 હજાર કયુસેક પાણીની આવક થઇ.
બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં આહલાદક સૌંદર્ય પથરાયું છે. વરાછા 21 મીમી, રાંદેર 25, મીમી, કતારગામ 38 મીમી વરસાદ,ઉધના વિસ્તારમાં 53 મીમી અને અઠવા વિસ્તારમાં 55 મીમી, લિંબાયત ઝોનમાં 44 મીમી વરસાદ ખાબકયો, સુરત જિલ્લમાં બપોરની તમામ શાળાઓઓ બંધ રાખવા જિલ્લા શિક્ષણ અધિકારીએ આદેશ આપ્યા છે.
હાલ ગુજરાતમાં સરેરાશ વરસાદ કરતા 46 ટકાની ઘટ સરભર થવાની પ્રબળ શક્યતા હવામાન વિભાગે કરી છે. છેલ્લા બે દિવસથી અમદાવાદ શહેરમાં પણ વરસાદ વરસી રહ્યો છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં સર્જાયેલ અપરએર સાઈક્લોનિક સર્ક્યુલેશનથી આ વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે.
તેમજ આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ રહી છે. જ્યારે અમદાવાદ સહિત મધ્ય અને ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ છવાયો હોવા છતા લોકો વરસાદની આતુરતાથી રાહ જાઈ રહ્યા છે.
પરંતુ, બંગાળની ખાડીમાં સક્રિય થનાર લો-પ્રેશર આવતીકાલથી મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદ ખેંચી લાવે તેવી સંભાવના છે. હવામાન વિભાગના આંકડાઓ મુજબ ૨૪ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનુ જાર યથાવત રહેશે.