હવામાન વિભાગ/ રાજય માં આગામી બે દિવસમાં આ વિસ્તારો ભારે વરસાદ પડવાની આગાહી

રાજય માં સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સર્જાયેલા લો પ્રેશર અને સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમને  લીધે  રાજ્યમાં ચોમાસું સક્રિય  થતું  જોવા મળી રહ્યું  છે

Gujarat
Untitled 107 રાજય માં આગામી બે દિવસમાં આ વિસ્તારો ભારે વરસાદ પડવાની આગાહી

રાજય માં સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સર્જાયેલા લો પ્રેશર અને સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમને  લીધે  રાજ્યમાં ચોમાસું સક્રિય  થતું  જોવા મળી રહ્યું  છે. જે અંતર્ગત  હવામાન વિભાગ  દ્વારા , ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી જાહેર કરાઈ છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ તથા દમણમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, જ્યારે ડાંગ, તાપી અને સુરતમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.

મધ્ય ગુજરાતમાં પણ છુટા છવાયા વરસાદ ની આગાહી આપવામાં આવી છે. સૌરાષ્ટ્રના દરિયામાં લો પ્રેશર સર્જાવાને કારણે માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે.આ વર્ષે ચોમાસુ મોડું બેસવાના કારણે રાજ્યભરના ખેડૂતોમાં ચિંતાનું મોજું ફેલાયું હતું. પરંતુ 10 જુલાઈ બાદ વરસાના આગમનથી લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે.

સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સર્જાયેલા લોપ્રેશર અને સાઈક્લોનિક સર્ક્યુલેશનને સિસ્ટમને પગલે હવે ફરી એકવાર રાજ્યમાં વરસાદી માહોલ છે અને છુટાછવાયા વરસાદી ઝાપટા પડી રહયા છે ત્યારે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સવારે ગીર સોમનાથમાં વેરાવળમાં 2 મીમી, સુત્રાપાડામાં 3 મીમી અને સાબરકાંઠાના વિજયનગરમાં 2 મીમી વરસાદ થયો છે.