ભારે વરસાદ/ રાજ્યમાં સાર્વત્રિક ગાજવીજ સાથે મૂશળધાર વરસાદ

સૌરાષ્ટ્ર અને રાજકોટમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેના લીધે ઠેરઠેર પાણી ભરેલા જોવા મળી રહ્યા છે અમરેલીના રાજુલા ધાતરવડીમાં ડેમ આેવરફલો થયો છે

Top Stories
રાજયમાં

અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં મૂશળધાર વરસાદ પડ્યો છે , હવામાન વિભાગની આગાહી પ્રમાણે મેઘરાજાની સવારી ફરીવાર એકવાર મન મુકીને વરસી રહી છે , અમદાવાદ માં ગાજવીજ સાથે વીજળીના કડાકા સાથે મૂશળધાર વરસાદ પડી રહ્યો છે.સમગ્ર રાજ્યમાં મૂશળધાર વરસાદ પડવાથી લોકોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો હતો,ખેડૂતોમાં ભારે ખુશી જોવા મળીરહી છે, વરસાદને કારણે કપાસ, મગફળી, મગ, અડદ સહિતના પાકોને જીવનદાન મળતાં જગતનો તાત ખુશહાલ થયો છે.

 રાજયમાં સૌરાષ્ટ્ અને રાજકોટમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેના લીધે ઠેરઠેર પાણી ભરેલા જોવા મળી રહ્યા છે અમરેલીના રાજુલા ધાતરવડીમાં ડેમ આેવરફલો થયો છે ,પાણીની આવક વધતા એક સાથે તેના 6 દરવાજા ખોલવામાં આવ્યા છે. પ્રશાસન દ્વારા 10 ગામડાઓને એલર્ટ કરવલામાં આવ્યા છે. હિંડોરણા,હિંડોરણા, વડછતડિયા,ખાખબાઈ સહિતના ગામમાં એલર્ટ કરાયા છે.

 

aaaa રાજ્યમાં સાર્વત્રિક ગાજવીજ સાથે મૂશળધાર વરસાદઅમરેલીના ત્રંબોડા ગામે નદીમાં આવ્યું ઘોડાપુર આવ્યું છે અનારાધાર વરસાદ પડતાં ગામના
સ્થાનિક લોકો નદીમાં ઘોડાપુર જોવા ઉમટ્યા છે અને અનારાધાર વરસાદ અહી પડી રહ્યો છે.જેતપુરમાં પણ વરસાદ પડી રહ્યો છે એ પણ ધોધમાર ,સવારે ઝરમર વરસાદ પડ્યા બાદ સાંજે ધોધમાર વરસાદ પડયો હતો.

રાજ્યના તમામ શહેરમઅને ગામંડામાં વરસાદ ગાજવીજ સાથે પડી રહ્યો છે અને મધ્ય ગુજરાત ,દક્ષિણ ગુજરાતમાં ,ભારે વરસાદ પડ્યો છે, હાલ રાજ્યના તમામ શહેરોમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છએ.