Not Set/ લોકો ને અનેક રૂપે મદદરૂપ થઇ રહી છે ગુજરાત સરકારની 108 ઇમર્જન્સી સેવા,એમ્બ્યુલન્સમાં થઈ પ્રસૂતિ

  સલમાન ખત્રી રિપોર્ટર છોટાઉદેપુર જીલ્લા ના પાવીજેતપુર ખાતે તારીખ 12 મે 2021 ના રોજ સાંજના સાત વાગ્યાના સમયે વાઘવા ગામનો કેસ પાવીજેતપુર 108ને મળતા 108 ના કર્મચારી ઇમર્જન્સી મેડિકલ ટેકનિશિયન રાજુભાઈ રાઠવા તથા પાઇલોટ જગદીશભાઈ રાઠવા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચવા નીકળી ગયા હતા . ફોન કોલ પર પ્રાથમિક માહિતી મેળવતા એક મહિલાને પ્રસૂતિ […]

Gujarat
IMG 20210513 WA0032 લોકો ને અનેક રૂપે મદદરૂપ થઇ રહી છે ગુજરાત સરકારની 108 ઇમર્જન્સી સેવા,એમ્બ્યુલન્સમાં થઈ પ્રસૂતિ

 

સલમાન ખત્રી રિપોર્ટર

છોટાઉદેપુર જીલ્લા ના પાવીજેતપુર ખાતે તારીખ 12 મે 2021 ના રોજ સાંજના સાત વાગ્યાના સમયે વાઘવા ગામનો કેસ પાવીજેતપુર 108ને મળતા 108 ના કર્મચારી ઇમર્જન્સી મેડિકલ ટેકનિશિયન રાજુભાઈ રાઠવા તથા પાઇલોટ જગદીશભાઈ રાઠવા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચવા નીકળી ગયા હતા . ફોન કોલ પર પ્રાથમિક માહિતી મેળવતા એક મહિલાને પ્રસૂતિ નો અસહ્ય દુખાવો થઈ રહ્યો છે એવું જાણવા મળ્યું હતુ જેની તૈયારી સહિત 108 પાવીજેતપુર સ્ટાફ ઘટનાસ્થળ પર પહોંચ્યો હતા અને ઘટના સ્થળ પર તપાસ કરી ફાઇલમાં જાણવા મળેલ કે મહિલાને છ મહિનાની પ્રેગનેન્સી છે જેથી મહિલાની તપાસ કરી તાત્કાલિક એમ્બ્યુલન્સમાં શિફ્ટ કરવામાં આવી હતી અને 108 એમ્બ્યુલન્સ પાવીજેતપુર જબુગામ હોસ્પિટલ તરફ જવા માટે રવાના થઇ ગયા હતાં પરંતુ મહિલાને અસહ્ય દુખાવો ઉપડતા મહિલાને પ્રસુતિ એમ્બ્યુલન્સ મા જ કરાવવાની ફરજ પડી હતી.અને 108 એમ્બ્યુલન્સ બંને સ્ટાફ દ્વારા મહિલાને પ્રસુતિ એમ્બ્યુલન્સમાં જ કરાવી હતી પરંતુ મહિલાને અધૂરા મહિના હોવાને કારણે જન્મેલ બાળક રડતુ ન હતુ તથા ધબકારા મળતા ન હતા અને શ્વાસોશ્વાસની ક્રિયા ચાલુ ન હતી જેથી 108 ઇમર્જન્સીના સ્ટાફે જેઓ જીવી કે ઇ.એમ.આર.આઈ સંસ્થા દ્વારા આપેલ ટ્રેનિંગ તથા જ્ઞાનનો ઉપયોગ કરી તથા ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ઉપર હાજર ડોક્ટર પરમાર ની ટેલિફોનીક સલાહ પ્રમાણે જરૂરી ઇન્જેક્શન તથા (બીવીએમ)એટલે કે કુત્રીમ શ્વાસ આપી તથા સીપીઆર એટલે કે હૃદયનું પમ્પિંગ કરી ને બાળકનું જીવન બચાવીયોએ હતો જબુગામ હોસ્પિટલ પહોંચતા નવજાત શિશુ ને રડવા નું પણ ચાલુ થઈ ગયું હતું જબુગામ હોસ્પિટલ પહોંચતાં જેના ડોક્ટર જણાવતા બાળકની હાલત વધુ ગંભીર છે જેથી બાળકને બોડેલી ની સંગમ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યું હતું.

હોસ્પિટલ ના સ્ટાફ તથા દર્દીના પરિવારજનો એ 108 ઇમરજન્સી સેવાના કર્મચારીઓની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવી હતી.