ASSAM/ બાંગ્લાદેશી મુળના મુસ્લિમોને સ્વેદેશી બનવા હેમંત બિસ્વ શર્માની શરતો

આસામમાં રહેવું હશે તો વધુ બાળકો પેદા કરવાનું બંધ કરવું પડ

Top Stories India
Beginners guide to 66 5 બાંગ્લાદેશી મુળના મુસ્લિમોને સ્વેદેશી બનવા હેમંત બિસ્વ શર્માની શરતો

 

Assam News : આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમાએ પ્રવાસી બાંગ્લાદેશી મુળના બંગાળી ભાષી મુસ્લિમોને રાજ્યના મુળ નિવાસીઓના રૂપમાં સ્વીકાર કરવા માટે કેટલી ક શરતો નક્કી કરી છે. આ મુસલમાનોને આસામમાં મિયા કહેવામાં આવે છે. હેમંત બિસ્વાએ કહ્યું કે બેથી વધુ બાળકો પેદા કરવા અને વધુ લગ્ન કરવાનું બંધ કરી દેવું પડશે,

તેમણે વધુમાં કહ્યું કે બાંગ્લા-ભાષી મુસલમાનોએ બાળ વિવાહ અને બહુવિવાહ જવી પ્રથાઓ છોડવી પડશે, ત્યારે જ તેમને રાજ્યના મુળ નિવાસી ખિલોજીયા માનવામાં આવશે. તે પહેલા તેમણે રાજ્યના બાંગ્લા ભાષી મુસ્લિમ સમુદાયને સામાજીક કુરિવાજો માટે જવાબદાર ગણાવ્યા હતા. આ સમુદાયમાં મોટાભાગે બાંગ્લાદેશથી સંબંધ રાખનારા છે. હેમંત બિસ્વ સરમાએ કહ્યું હતું કે મિંયા (બાંગ્લા-ભાષી મુસલમાન) મુળ નિલાસી છે કે નહી એ એક અલગ મામલો છે. અમે એમ કહી રહ્યા છીએ કે જો તેઓ મુળ નિવાસી બનવા માંગે છે, તો અમને કોઈ સમસ્યા નથી પરંતુ તના માટે તેમણે બાળ વિવાહ અને એકથી વધુ લગ્ન છોડીને મહિલાઓને શિક્ષા માટે પ્રોત્સાહિત કરવી પડશે.

આસામના મુખ્યમંત્રીએ કહ્યું કે અસમીયા લોકોની એક સંસ્કૃતિ છે જેમાં છોકરીઓની તુલના શક્તિ (દેવી) સાથે કરવામાં આવે છે અને ત્રણ વખત લગ્ન કરવા આસામની સંસ્કૃતિ નથી. તેમણે વધુમાં કહ્યું કે હું તેમને કહું છું કે  “મિયા “ ના સ્વદેસી હોવામાં કોઈ સમસ્યા નથી, પરંતુ બે ત્રણ પત્નીઓ કાખી ન શકે. તે અસમિયા સંસ્કૃતિ નથી. કોઈ સત્ર (વૈષ્ણવ મઠ) ભૂમિનું અતિક્રમણ કરીને મળ નિવાસી કેવી રીતે બનવા માંગે છે ?

મુખ્યમંત્રીએ કહ્યું કે જો બાંગ્લા ભાષી મુસલમાન અસમિયા રિત રિવાજોનું પાલન કરી શકે છે તે તેમને પણ સ્વદેશી માનવામાં આવશે.

તેમણે શિક્ષણના મહત્વ પર ભાર મુકતા તેમને આગ્રહ કર્યો હતો કે તેમના બાળકોને મદરેસાને બદલે સ્કૂલોમાં મોકલે અને તેમને ડોક્ટર કે એન્જિનીયર રૂપે કેરિયર બનાવવા માટે પ્રોત્સાહિત કરે. સરમાએ સાસ્કૃતિક એકીકરણની આવશ્યકતા પર્ પ્રકાશ પાડતા કહ્યું કે કેટલીક પ્રથાઓને છોડવા અને અસમિયા સંસ્કૃતિને અપનાવવાથી તેમને સમય સાથે સ્વદેશી માની શકાશે.

મુખ્યમંત્રીએ કહ્યું કે આસામમાં મુસલમાનોની વસ્તી મહત્વપુર્ણ છે, 2011 ની જનગણના મુજબ રાજ્યની કુલ વસ્તીમાં મુસલમાનોની હિસ્સેદારી 34 ટકા થી વધુ છે. આ વસ્તીમાં બે અલગ અલગ જાતીઓ સામેલ છે. બ્ગાળી ભા, અને બાંગ્લાદેશ મૂળના પ્રવાસી મુસલમાન અને અસમિયા ભાષી સ્વદેશી મુસલમાન. જો તમે સ્વેશી કહેવડાવવા માંગતા હો તો તમારા બાળકોને શિક્ષીત બનાવો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ  IPL 2024/IPLની 17મી સીઝન છે ખાસ, સ્ટોપ લોક-એક ઓવરમાં બે બાઉન્સર સહિત નિયમો બદલાયા

આ પણ વાંચોઃ sports news/IPL 2024ની શરૂઆત પહેલા આ ટીમનું ટેન્શન થયું ડબલ, ઓસ્ટ્રેલિયાના ખેલાડીએ રમવાનો કર્યો ઇનકાર

આ પણ વાંચોઃ IPL/ચિદંબરમ સ્ટેડિયમની પીચ કઈ ટીમને પ્રથમ મેચ જીતાડશે….