Jharkhand news/ ઝારખંડ વિધાનસભામાં આજે હેમંત સોરેને ફ્લોર ટેસ્ટ પાસ કર્યો, 45 ધારાસભ્યોનું મળ્યું સમર્થન

ઝારખંડ વિધાનસભામાં આજે ફ્લોર ટેસ્ટ પૂર્ણ થયો હતો. હેમંત સોરેને ફ્લોર ટેસ્ટ પાસ કર્યો છે. તેમણે વિધાનસભામાં પોતાની બહુમતી સાબિત કરી દીધી છે.

Top Stories India Breaking News
Cricket Tutorials YouTube Thumbnail 89 ઝારખંડ વિધાનસભામાં આજે હેમંત સોરેને ફ્લોર ટેસ્ટ પાસ કર્યો, 45 ધારાસભ્યોનું મળ્યું સમર્થન

Jharkhan News: ઝારખંડ વિધાનસભામાં આજે ફ્લોર ટેસ્ટ પૂર્ણ થયો હતો. હેમંત સોરેને ફ્લોર ટેસ્ટ પાસ કર્યો છે. તેમણે વિધાનસભામાં પોતાની બહુમતી સાબિત કરી દીધી છે. તેમની પાસે 45 ધારાસભ્યોનું સમર્થન છે. વિપક્ષ પાસે કોઈ રાજકીય વ્યૂહરચના નથી. બહુમતી સાબિત થયા બાદ કેબિનેટ વિસ્તરણ અંગેની સ્થિતિ પણ સ્પષ્ટ થશે. જેમાં કહેવામાં આવ્યું હતું કે જે મંત્રીઓ શપથ લેવાના છે તેમને આમંત્રણ મોકલવામાં આવશે. આજે ઝારખંડ વિધાનસભામાં ફલોર ટેસ્ટ દરમ્યાન હેમંત સરકાર તરફના વિશ્વાસ પ્રસ્તાવની તરફેણમાં 45 મત પડ્યા હતા. તે જ સમયે, પ્રસ્તાવની વિરુદ્ધ શૂન્ય મત પડ્યા હતા. દરમ્યાન વિધાનસભાની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવી છે.

વિપક્ષ પાસે કોઈ રાજકીય વિચાર નથી

મુખ્યમંત્રી હેમંત સોરેને આજે વિધાનસભામાં પોતાની બહુમતી સાબિત કરી છે. ફ્લોર ટેસ્ટ દરમિયાન વિપક્ષ અને પક્ષ વચ્ચે વિશ્વાસ પ્રસ્તાવ પર જોરદાર અને ઉગ્ર ચર્ચા થઈ હતી. જણાવી દઈએ કે હેમંત સોરેને રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને 44 ધારાસભ્યોના હસ્તાક્ષર ધરાવતો સમર્થન પત્ર સોંપ્યો હતો. જો કે તેમની તરફેણમાં 45 મત પડ્યા હતા. હેમંત સોરેનને ઝારખંડ મુક્તિ મોરચા, કોંગ્રેસ, RJD, CPI(ML)નું સમર્થન છે. હેમંત સોરેને કહ્યું કે વિપક્ષ પાસે કોઈ રાજકીય વિચાર નથી. વિપક્ષ પાસે કોઈ એજન્ડા નથી. અમે વિપક્ષના દરેક સવાલનો જવાબ આપીશું.  વિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન વિપક્ષના નેતાએ કહ્યું કે આ સરકારનો પાયો છેતરપિંડી પર આધારિત છે. સરકારે અહીંના યુવાનોને છેતરવાનો પ્રયાસ કર્યો હતો.

રાજ્યના વિકાસ માટે કામ કરીશુંઃ ચંપાઈ સોરેન

ચંપાઈ સોરેને વિધાનસભામાં કહ્યું હતું કે આ વિડંબના છે કે જનાદેશ માટે વિશ્વાસ મતને ત્રીજી વખત ખસેડવો પડે છે. તેમણે કહ્યું કે ઝારખંડ એક રાજકીય પ્રયોગશાળા જેવું બની ગયું છે. હવે આપણે બધાએ સાથે મળીને રાજ્યના વિકાસ માટે કામ કરવું જોઈએ. ચંપાઈ સોરેને એમ પણ કહ્યું હતું કે રાજ્યમાં મોટાભાગનો સમય વિપક્ષનું શાસન હતું, પરંતુ તેમાં કોઈ ફેરફાર થયો નથી. સત્તા પરિવર્તન બાદ મને રાજ્યની જવાબદારી પણ મળી.

જણાવી દઈએ કે આજે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ રજૂ હતો. આ વિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવી હતી હેમંત સોરેન તરફી 45 મતો પડયા. ઝારખંડમાં હેમંત સોરેને બહુમત માટે 41 મતોની જરૂર હતી. કારણ કે હાલમાં ગૃહમાં 5 બેઠકો ખાલી છે. જયારે મતદાન કરનારા સભ્યોની સંખ્યા 77 હતી. અને વિશ્વાસ પ્રસ્તાવમાં હેમંત સોરેનને 45 મતો મળતા તેમણે બહુમતી સાબિત કરતા હવે આગામી દિવસોમાં તેઓ મુખ્યમંત્રી તરીકેના શપથ લેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ‘NDAને 400 બેઠકો મળી હોત કાશ્મીર સમસ્યાનો કાયમી ઉકેલ શક્ય બન્યો હોત’ શિવસેના સાંસદ પ્રતાપરાવ

આ પણ વાંચો: મુખ્યમંત્રી મોહન યાદવના મંત્રીમંડળના શપથવિધિમાં ભારે થઈ…. ‘આ મંત્રીએ કેબિનેટના સ્થાને રાજ્યમંત્રી તરીકે લીધા શપથ”

આ પણ વાંચો: કુલગામ એન્કાઉન્ટરમાં આતંકવાદીઓ કયાં છૂપાયા હતા થયો ઘટસ્ફોટ, ‘તિજોરીનીં અંદર મળ્યું મોટું બંકર’, જુઓ વીડિયો