સુરેન્દ્રનગરનાં પાટડી તાલુકાનાં ખારાઘોડાની આંગણવાડી માં બાળકોને વરસતા વરસાદમાં ટપકતી છતમાંથી પડતા પાણીમાં ભણવું પડે છે. આવી સ્થિતિમાં બાળકો કેવી રીતે ભણી શકે અને મોટી મોટી સ્કૂલોનાં ફોટા બતાવતી સરકાર કેમ આ આંગણવાડીને જોવાનું પણ પસંદ કરતી નથી તેવી લોકલાગણી જોવા મળી રહી છે. આંગણવાડીની હાલત એટલી ખરાબ છે કે આંગણવાડીમાં જે ખૂણો કોરો હોય ત્યાં બાળકો માટે નાસ્તો બનાવાય છે. જ્યારે વરસાદ વરસતા બાળકો ભીંજાયા તો પણ સુપરવાઇઝર કહે છે કે તે બાળકો ભલે ભીંજાય પરંતુ હાજરી પૂરી જોઈશે જ. આંગણવાડીની સ્થિતિ એવી છે કે તેમાં ઉપરથી પતરા તૂટેલા, પંખા બંધ, પાઇપલાઇન તૂટેલી તેમજ વરસાદી પાણી આંગણવાડીની અંદર ઘૂસી ગયા હોય છે. ખારાઘોડાની આંગણવાડી
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાનો ખારાઘોડા વિસ્તારમાં ત્રણ ભાગમાં વહેંચાયેલો વિસ્તાર છે જુના ગામ ખારાઘોડા નવાગામ ખારાઘોડા અને સ્ટેશન ખરા-ઘોડા આ બધું મળીને 14,000 ની વસ્તી ધરાવતા આ વિસ્તાર છે. જ્યારે ઘટક એકમાં 14 આંગણવાડી છે. 14 માંથી પાંચેક આંગણવાડી તો દાયકાથી અવસ્થામાં છે. આ વાત નવાગામ ખારાઘોડા 12 નંબરના આંગણવાડી કેન્દ્રની ભારે વરસાદ પડે ત્યારે છાપરામાંથી પાણી પડે છે. પાણી ક્લાસમાં અંદર પડે ત્યારે બાળકો રડવા લાગે છે. આ આંગણવાડીમાં નાના ભૂલકાઓથી લઈને છ વર્ષ સુધીના 35 થી 38 બાળકો આવે છે અને વાલીઓ પણ કહે છે કે આ આંગણવાડી સ્થિતિ અત્યંત ગંભીર છે. આ સ્થિતિ રહી તો અમે અમારા બાળકોને આંગણવાડીમાં મોકલવાનું બંધ કરી દેશું. આંગણવાડીના પતરા ઉપરથી પાણી પડે ત્યારે આંગણવાડીના ખૂણામાં જ્યાં પાણી ન પડતું હોય ત્યાં બાળકો માટે નાસ્તો બનાવવા માટેની પણ મુશ્કેલીઓ વેચવાનો વારો આવી રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં શિક્ષણ વિભાગની જ્યારે વાત કરવામાં આવે તો કોઈ પ્રાથમિક સ્કૂલમાં પાણીની સમસ્યા હોય ત્યારે કોઈ આંગણવાડીમાં વરસાદી પાણી પડતા હોય ત્યારે સીધો સવાલ ગુજરાતના શિક્ષણક્ષેત્રના વિકાસના બંગણા ફૂંકતા લોકોને થઇ રહ્યો છે. તેમની વાત ઉપર કેટલો ભરોસો કરવો તેના ઉપર સામાન્ય માણસને સવાલ થાઈ રહ્યો છે.
આ પણ વાંચો : ઈન્ડિગો બાદ દુર્ઘટનાનો શિકાર બનતા બચ્યું એર ઈન્ડિયા એક્સપ્રેસ પ્લેન