ભારતનાં કેટલાક રાજ્યોમાં વિનાશક થઇ ચુકેલુ ચક્રવાત ઝડપથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. તૌકતે હવે એક તીવ્ર વાવાઝોડામાં ફેરવાઈ ગયુ છે અને આઇએમડી એ જણાવ્યું છે કે, વર્તમાનમાં તેની હવાની ગતિ 180-190 કિમી પ્રતિ કલાકની છે અને 210 કિમી પ્રતિ કલાકની ઝડપે તે આગળ વધી રહ્યુ છે.
ગુજરાત / વાવાઝોડા મુદ્દે હવામાન વિભાગનું નવુ બુલેટિન જાહેર, 18 કિમી પ્રતિ કલાકની ઝડપે વધ્યું વાવાઝોડું
ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટક સહિત 7 રાજ્યો પર અરબી સમુદ્રમાંથી ચક્રવાત ‘તૌકતે’ નો ખતરો યથાવત છે. 5 રાજ્યોમાં અત્યાર સુધી 11 લોકોનાં મોત નીપજ્યાં છે. વાવાઝોડાને કારણે મહારાષ્ટ્રનાં મુંબઇ સહિતનાં કેટલાક દરિયાકાંઠાનાં જિલ્લાઓમાં રસીકરણ બંધ કરવું પડ્યું છે. ચક્રવાત ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યુ છે. સોમવારની સાંજે તે ગુજરાતનાં કિનારા સુધી પહોંચવાની સંભાવનાઓ છે. આપને જણાવી દઇએ કે તે જ સાંજે પોરબંદર અને મહુવા (ભાવનગર જિલ્લા) ની વચ્ચે ગુજરાત કાંઠાને પાર કરવાની સંભાવના છે. હવામાન વિભાગે તેને ખૂબ જ તીવ્ર ચક્રવાતનું તોફાન ગણાવ્યું છે અને કહ્યું છે કે તે 155-165 થી 185 કિમી પ્રતિ કલાકની ઝડપે દરિયાકિનારા પર ત્રાટકશે. તૌકતે વાવાઝોડાને લઇને મુંબઇ સહીત ઘણા શહેરોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પોરબંદર અને મહુવા (ભાવનગર) ની વચ્ચે સોમવારે સાજે અથવા મંગળવારે સવારે વાવાઝોડું ગુજરાત કાંઠે ટકરાશે. આ સમય દરમિયાન તોફાનની ગતિ પ્રતિ કલાક 185 કિલોમીટર સુધી હોઇ શકે તેવી સંભાવનાઓ છે.
વધુ એક સંકટ / સૌરાષ્ટ્રમાં તૌકતે વાવાઝોડા વચ્ચે ભૂકંપની નવી આફત, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.8 નોંઘાઈ
ગુજરાતનાં દરિયાકાંઠાનાં વિસ્તારોમાંથી આશરે દોઢ લાખ લોકોને સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે. પશ્ચિમ કાંઠેથી હજારો મકાનો ખાલી કરાવવામાં આવ્યા છે. ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) નાં ડાયરેક્ટર જનરલ (ડીજી) મૃત્યુજય મોહપાત્રાએ જણાવ્યું છે કે રાજ્યનાં 17 જિલ્લાઓને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) નાં ડાયરેક્ટર જનરલ એસ.એન.પ્રધાને જણાવ્યું છે કે, 7 જિલ્લામાં એનડીઆરએફની 100 થી વધુ ટીમો તૈનાત કરવામાં આવી છે. આ વાવાઝોડાની સૌથી વધુ અસર ગુજરાતમાં થઈ શકે છે, તેથી એકલા ગુજરાતમાં 50 ટીમો તૈનાત કરવામા આવી છે. હવામાન વિભાગ કહે છે કે, આ ચક્રવાતથી ગુજરાતને સૌથી વધુ અસર થશે. દ્વારકા, કચ્છ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, મોરબી અને જામનગર જિલ્લામાં મકાનોને ભારે નુકસાન થવાની સંભાવનાઓ છે, વળી માટીનાં મકાનોને પણ ભારે નુકસાન થશે, પાકા ઘરોને પણ થોડું નુકસાન થઈ શકે છે. ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ શકે છે. વાવાઝોડાનાં ભયને જોતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે તો વળી ગૃહમંત્રી અમિત શાહે રવિવારે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી અને તૈયારીઓ કેવી ચાલી રહી છે તે વિશે જાણકારી મેળવી હતી.