Election/ હાઇકોર્ટનાં નિર્દેશ બાદ રાજ્ય ચૂંટણીપંચ એકશનમાં, ચૂંટણી પ્રક્રિયા પાછી ઠેલવવા લેવાઇ શકે નિર્ણય

રાજ્યમાં કોરોના કહેર વચ્ચે ચૂંટણી પંચની બેઠક યોજાઈ રહી છે.ત્યારે શક્ય છે કે આ બેઠકમાં મોરવા હડફ અને ગાંધીનગર મનપા માટે  બાદ ચૂંટણી પ્રક્રિયા હાલ પુરતી મોકૂફ રાખવા માટે નિર્ણય લઇ શકે છે.

Gujarat Trending
antigen corona testing kit 3 હાઇકોર્ટનાં નિર્દેશ બાદ રાજ્ય ચૂંટણીપંચ એકશનમાં, ચૂંટણી પ્રક્રિયા પાછી ઠેલવવા લેવાઇ શકે નિર્ણય

ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસે કાળો કહેર મચાવ્યો છે. ત્યારે રાજ્યમાં વધતા કોરોના કેસને લઇ ગુજરાત હાઇકોર્ટ દ્વારા સરકારને રાજ્યમાં યોજાતા રાજકીય કાર્યક્રમો પર અંકુશ લગાવવા આદેશ કરવામાં આવ્યો છે. ત્યારે રાજ્યનું ચૂંટણી પંચ પણ હરકતમાં આવ્યું છે.

રાજ્યમાં કોરોના કહેર વચ્ચે ચૂંટણી પંચની બેઠક યોજાઈ રહી છે. ત્યારે શક્ય છે કે આ બેઠકમાં મોરવા હડફ અને ગાંધીનગર મનપા માટે  બાદ ચૂંટણી પ્રક્રિયા હાલ પુરતી મોકૂફ રાખવા માટે નિર્ણય લઇ શકે છે. મોરવાહડફ માટે કેન્દ્રીય ચૂંટણી પંચ અને ગાંધીગનર મહાનગરપાલિકા માટે રાજ્ય ચૂંટણી પંચ  રિવ્યુ બેઠક કરશે.

આગામી ૧૭ તારીખે ગુજરાત ની મોરવાહડફ વિધાનસભા બેઠક માટે  ચૂંટણી છે. જયારે ૧૮ મી એ ગાંધીનગર મનપા માટે  મતદાન પ્રક્રિયા હાથ ધરાશે.

રાજ્યમાં ગાંધીનગર મનપા અને મોરવા હડફ વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણીનું એલાન કરવામાં આવ્યું છે. ત્યારે બંને સ્થળો પર ચૂંટણી પ્રક્રિયાને લઇ તમામ રાજકીય પક્ષો એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. અને ચૂંટણી જીતવા માટે તડામાર તૈયારીઓ પણ શરુ કરી દીધી છે. ત્યારે શક્ય છે કે રાજ્ય ચૂંટણી પંચ રાજ્યમાં કોરોના વાઈરસનો અજગરી ભરડો જોતા રાજ્યમાં યોજાઈ રહેલી ચૂંટણી પ્રક્રિયાને હાલ પુરતી મોકૂફ રાખવા માટે નિર્ણય લઇ શકે છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોના મહામારીનો અજગરભરડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોના સતત વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો નોધાઇ રહ્યો છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટે રાજ્યમાં વધતા જતા કોરોના કેસ મામલે સરકારને ટકોર કરવાની ફરજ પડી છે.

કોરોનાનો કેર / કોરોના ટેસ્ટીંગ માટે લોકોની કતારો, એન્ટીજન કિટ્સની અછતથી લોકોને પડી હાલાકી

ગુજરાત હાઈકોર્ટના જણાવ્યા અનુસાર રાજ્યમાં 3 થી 4 દિવસ કર્ફયૂ લગાવવા સરકારને નિર્દેશ કરવામાં આવ્યા છે. તો સાથે ગુજરાત હાઇકોર્ટ દ્વારા વિકેન્ડ કર્ફયૂ મુદ્દે જરૂરી નિર્ણય લેવા પણ સરકારને ટકોર કરવામાં આવી છે. તો સાથે રાજ્યમાં યોજાતા રાજકીય કાર્યક્રમો પર અંકુશ લગાવવા આદેશ કરવામાં આવ્યો છે. હાલની સ્થિતિ લોકડાઉનની જરૂર પડે તેવી હોવાનું જણાવ્યું છે. આ સિવાય રાજ્ય સરકારને કડક કાર્યવાહી કરીને કોરોનાને અટકાવવા જરૂરી પગલાં લેવા પણ નિર્દેશ કરાયો છે.

Big Breaking / રાજ્યમાં 3 થી 4 દિવસ કર્ફયૂ લગાવવા ગુજરાત હાઇકોર્ટનો રાજ્ય સરકારને નિર્દેશ

વધુમાં સુરતમાં વધતા કોરોના કેસને લઇ ગુજરાત સરકારના આરોગ્ય સચિવ જયંતિ રવિ, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહીત તમામ સુરત પહોચ્યા છે. અને તાકીદની બેઠક બોલાવી છે. કલેક્ટરથી લઈને પાલિકા કમિશનર, આરોગ્ય વિભાગ સાથે જોડાયેલા તમામ ઉચ્ચઅધિકારીઓ સાથે બેઠક ચાલી રહી છે