નારદા કૈાભાંડ મામલે તણમૂલ કોંગ્રેસના ચાર નેતાઓને કલકત્તા હાઇકોર્ટે વચગાળાના જામીન આપ્યા છે પરતું તે વીડિયો કોન્ફરન્સ દ્વારા તપાસમાં સામેલ થશે.આ કેસમાં પશ્વિમ બંગાળના ચાર નેતાઓમાં બે મંત્રી ફિરહાદ હકીમ,અને સુબ્રત મુખર્જી,ધારાસભ્ય મદન મિત્રા અને પૂર્વ ધારાશભ્ય સોવન ચેટર્જી સામેલ છે. કલકત્તા હાઇકોર્ટના પાંચ જજની બેઠકે રાજનેતાઓને જામીન આપ્યા છે .બે જામીનો સાથે બે લાખ રૂપિયા જમા કરાવવાનો આદેશ આપ્યો.સાથે તપાસમાં પુરો સહકાર આપવાનું અને વીડિયો કોન્ફરન્સની તપાસમાં પણ સામેલ થવાનો આદેશ આપ્યો છે.
21 મેના રોજ કલકતા હાઇકોર્ટ નારદા કેસ મામલે ચાર આરોપી નેતાઓને જમાનત આપી અને તેમને ઘરમાં નજરબંધ રાખવાની મંજૂરી આપી હતી. આ ચારનેતાઓને જમાનત આપવાના બે જ્જોની પીઠનો વિભન્ન નિર્ણય આવતા ત્યારબાદ પાંટ જ્જની પીઠએ સુનાવણી કરી હતી.
ઉલ્લેખનીય છે કે નારદા સ્ટિંગ ઓપરેશન નારદા ન્યુઝના સંસ્થાપક મૈથ્યુ સૈમુઅલને પશ્વિમ બંગાળમાં બે વર્ષથી વધારે સમય તક ચલાવ્યો હતો. સમાચાર પત્રિકા તહેલકા 2014માં આયોજનપૂર્વક આયોજિત કરવામાં આવ્યો હતો. 2016માં બંગાળની ચૂંટણી પહેલા મહિનાઓથી સમાચાર વેબસાઇટ પર ચલાવવામાં આવ્યું હતું.