Assembly Election/ હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત, 8મી ડિસેમ્બરે પરિણામ

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે, “ચૂંટણી પંચ નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટે પ્રતિબદ્ધ છે. હવે યુવાનોને મતદાર તરીકે નોંધણી કરાવવા માટે વર્ષમાં 4 તક…

Top Stories India
Himachal Pradesh Election

Himachal Pradesh Election: ચૂંટણી પંચે હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. હિમાચલ પ્રદેશની તમામ સીટો પર એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે. ચૂંટણી માટે મતદાન 12 નવેમ્બરે થશે જ્યારે પરિણામ 8 ડિસેમ્બરે આવશે. ચૂંટણીનું જાહેરનામું 17 ઓક્ટોબરે બહાર પાડવામાં આવશે. જ્યારે 25 ઓક્ટોબર નામાંકન માટેની છેલ્લી તારીખ છે. 27 ઓક્ટોબરે ચૂંટણી પંચ ઉમેદવારી પત્રોની ચકાસણી કરશે, જ્યારે 29 ઓક્ટોબર નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ છે. 12મી નવેમ્બરે ચૂંટણી માટે મતદાન થશે, જ્યારે 8મી ડિસેમ્બરે મતોની ગણતરી થશે અને પરિણામ જાહેર કરવામાં આવશે.

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે, “ચૂંટણી પંચ નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટે પ્રતિબદ્ધ છે. હવે યુવાનોને મતદાર તરીકે નોંધણી કરાવવા માટે વર્ષમાં 4 તક મળશે. તમે મતદાર તરીકે નોંધણી કરાવવા માટે 4 વખત અરજી કરી શકો છો. 17 વર્ષથી વધુ ઉંમરના યુવાનો માટે એડવાન્સ એપ્લિકેશનની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. અમે વહીવટીતંત્રને સ્પષ્ટ સૂચના આપી છે કે સાંજે 5 વાગ્યા પછી ચૂંટણી રાજ્યમાં કોઈપણ પ્રકારની રોકડની અવરજવર નહીં થાય અને બેંકોને પણ સૂચના આપવામાં આવી છે. તેમણે કહ્યું કે જો કોઈ ફેક ન્યૂઝ ફેલાવવાનો પ્રયાસ કરશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: National/ જ્ઞાનવાપી કેસમાં હિન્દુ પક્ષને મોટો આંચકો, કોર્ટે કહ્યું-….

આ પણ વાંચો: AAP/ કેજરીવાલે ભાજપ પર નિશાન સાધ્યું, કહ્યું- અંગ્રેજોએ પણ ખાદ્યપદાર્થો પર ટેક્સ નથી લગાવ્યો

આ પણ વાંચો: collect money/ મહિલા આંખમાંથી કોન્ટેક્ટ લેન્સ જ કાઢવાની ભૂલી ગઈઃ છેવટે ડોક્ટરે કાઢ્યા 23 લેન્સ