ટીવી અભિનેત્રી હિના ખાન ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર તેની સુંદર અને સ્ટાઇલિશ તસવીરો શેર કરતી રહે છે. ત્યારે તાજેતરમાં જ ફરી એકવાર હિના ખાને સોશિયલ મીડિયા પર પોતાની ગ્લેમરસ સ્ટાઇલથી ચાહકોનાં દિલને ચોરી લીધાં છે. ચાલો તમને બતાવીએ હિના ખાનનો આ સ્ટાઇલિશ લુક.
હિના ઘણી વાર તેની ગ્લેમરસ તસવીરો માટે સમાચારોમાં છવાયેલી રહે છે. ચાહકો હિનાની તસવીરો જોઈને તેની પ્રશંસા કરી રહ્યા છે.
અભિનેત્રી હિના ખાનની આ તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ ગઈ છે.
હિના ખાનની સોશિયલ મીડિયા પર જોરદાર ફેન ફોલોઇંગ છે. તેના લગભગ 10.4 મિલિયન ફોલોઅર્સ છે.
આ તસવીરોમાં હિના બ્લેક કલરની ઉપર રેડ કલરનો ઓવરકોટ પહેરેલી જોવા મળી રહી છે, જેમાં તે એકદમ સ્ટાઇલિશ લાગી રહી છે.
હિના ખાન ટીવી ઇન્ડસ્ટ્રીનું એક જાણીતું નામ છે. હિના ખાને ખૂબ જ ઓછા સમયમાં પોતાની એક અલગ ઓળખ બનાવી લીધી છે.
હિનાની સોશિયલ મીડિયા પર ખૂબ જ ફેન ફોલોઇંગ છે. તેના દરેક ફોટો પર ચાહકો ખલીને હિનાની પ્રશંસા કરે છે.
સોશિયલ મીડિયા પર, હિના ખાન તેના ટ્રેડિશનલ લુકમાં, તો ક્યારેક ગ્લેમરસ સ્ટાઇલમાં તો ક્યારેક બોલ્ડ અવતારમાં ધૂમ મચાવે છે.
હિનાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તાજેતરમાં તે સિદ્ધાર્થ શુક્લા અને ગૌહર ખાન સાથે બિગ-બૉસ 14માં સીનિયર તરીકે નજર આવી હતી. ફૅન્સને શૉ દરમિયાન હિના ખાનની ગેમ ઘણી પસંદ આવી હતી.
તેમ જ આ વર્ષે હિના ખાનની વેબ સીરીઝ ‘ડેમેજ્ડ-2’ રિલીઝ થઈ હતી. આ સિવાય તે ટીવીનો ફૅમસ શૉ નાગિનના ચોથા સીઝનમાં પણ જોવા મળી હતી. આ સીરિયલમાં એણે નાગેશ્વરીનો રોલ પ્લે કર્યો હતો.
આપને જણાવી દઈએ કે હિના ખાને પોતાના ટીવી કરિયરમાં ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’થી કરી હતી. તેમ જ હિના ખાને બૉલીવુડ ફિલ્મ ‘હેક્ડ’માં પણ કામ કર્યું છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…