અભ્યાસક્રમ/ ગુજરાતની આ યુનિવર્સિટીમાં “હિન્દુ ધર્મ” વિષય તરીકે ભણાવવામાં આવશે

આર્ટસ ફેકલ્ટીમાં પહેલીવાર હિંદુ ધર્મ વિષય તરીકે ભણાવવામાં આવશે,આ પ્રકારનો કોર્ષ ચલાવતી રાજ્યની પ્રથમ યુનિવર્સિટી બની છે. 

Top Stories Gujarat
surat ગુજરાતની આ યુનિવર્સિટીમાં "હિન્દુ ધર્મ" વિષય તરીકે ભણાવવામાં આવશે

પહેલીવાર સુરતની વીર નર્મદ યુનિવર્સિટીમાં હિન્દુ ધર્મને ભણાવવામાં આવશે,નવા સત્રથી તેના આરંભ કરવામાં આવશે,હવે હિન્દુ ધર્મને એક વિષય તરીકે સમાવવાનો અતિ મહત્વનો નિર્ણય યુનિવર્સિટીએ લીધો છે. નર્મદ યુનિવર્સિટી નવા શૈક્ષણિક સત્રથી હિન્દુ અભ્યાસમાં નવો અનુસ્નાતક અભ્યાસક્રમ શરૂ કરશે. આર્ટસ ફેકલ્ટીમાં પહેલીવાર હિંદુ ધર્મ વિષય તરીકે ભણાવવામાં આવશે,આ પ્રકારનો કોર્ષ ચલાવતી રાજ્યની પ્રથમ યુનિવર્સિટી બની છે.

“હિન્દુ અભ્યાસ” અભ્યાસક્રમ હાલમાં બનારસ હિંદુ યુનિવર્સિટી દ્વારા 2021-22 થી આર્ટ્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશનમાં ચલાવવામાં આવે છે.સિન્ડિકેટ સભ્ય ડૉ. સ્નેહલ જોષીએ એમએ સમાજશાસ્ત્ર વિભાગમાં પોસ્ટ ગ્રેજ્યુએશનમાં હિંદુ અભ્યાસ પર બે વર્ષનો અભ્યાસક્રમ શરૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. સિન્ડિકેટ સભ્યો વચ્ચે ચર્ચા બાદ, દરખાસ્ત સ્વીકારવામાં આવી હતી અને બાદમાં તમામ સભ્યો દ્વારા મંજૂર કરવામાં આવી હતી. પોસ્ટ-ગ્રેજ્યુએશન કોર્સ હવે યુનિવર્સિટીના MA સમાજશાસ્ત્ર વિભાગમાં આગામી શૈક્ષણિક વર્ષમાં 2022-23માં ભણાવવામાં આવશે.

પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ માટે વિઝિટિંગ ફેકલ્ટી નિમાશે. સિન્ડિકેટ સભ્ય ડૉ. સ્નેહલ જોષીએ જણાવ્યું કે, વિદ્યાર્થીઓ હિંદુ ધર્મના વાસ્તવિક ખ્યાલને સમજી શકશે. માત્ર ધર્મ પર ધ્યાન કેન્દ્રીત કરાશે, દેવી-દેવતાની પૂજા પર નહીં. કોર્સમાં મહાભારત, રામાયણ, વેદના રોજિંદા જીવન સાથેના સંબંધનો સમાવેશ કરાશે.