Amreli News: અમરેલી (Amreli)માં હિસ્ટ્રીશીટરનો આતંક જોવા મળ્યો. ધારી (Dhari)ના કુબડા ગામમાં હિસ્ટ્રીશીટરે એક વ્યક્તિને ધમકી આપતા કરોડો રૂપિયાની માંગણી કરી. હિસ્ટ્રીશીટર આરોપીએ કુબડા ગામના બે લોકો પાસેથી કરોડો રૂપિયાની ખંડણી માંગવા સાથે ના આપવા પર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ધારીમાં હિસ્ટ્રીશીટરના આતંકથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો. ધમકી મળનાર શખ્સે હિસ્ટ્રીશીટર સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી.
રાજ્યમાં ગુનાહિત પ્રવૃત્તિમાં વધારો થઈ રહ્યો છે. હવે મોટા શહેરો ઉપરાંત નાના શહેરોમાં પણ ગુનાઓ વધ્યા છે. અમરેલીના એક ગામમાં બે શખ્સને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. આ ધમકી હિસ્ટ્રીશીટર આરોપી દ્વારા આપવામાં આવી હતી. હિસ્ટ્રીશીટર આરોપીએ દલસુખ નામના વ્યકિત પાસેથી માંગી હતી ખંડણી. આ દલસુખ ભાઈ કુબડા ગામના રહેવાસી છે. હિસ્ટ્રીશીટરે કુબડા ગામના દલસુખભાઈ કોટડીયાના ઘરે ઘુસી જાનથી મારી નાખવાની ધમકી આપી ખંડણી માંગી હતી. પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાતા 2 આરોપીને ઝડપ્યા.
ધારી પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાતા 2 આરોપીને એલસીબીએ ઝડપી લીધા. હિસ્ટ્રીશીટરે દલસુખ સિવાય અન્યને ધમકી આપી હતી તેમાં દોઢ લાખ બળજબરી થી કઢાવી લીધા હતા. જયારે હવાલાના 2 દિવસમાં 10 લાખ એક મહિનામાં 5 કરોડ ચૂકવી આપવાનું કહ્યું હતું.આરોપી શૈલેષ ચાંદુ,મહેશ જિકાદા બંને દોલતી ગામના રહેવાસીની ધરપકડ કરવામાં આવી. નોંધનીય છે કે શૈલષ ચાંદુ વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 22 ગુન્હાઓ નોંધાયેલ છે.
આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમરેલીના આંબરડી સફારી પાર્કની મુલાકાતે
આ પણ વાંચો: અમરેલીના દુષ્કર્મના 5 આરોપીઓને આજીવન કેદની તો નંદાસણ કેસના આરોપીને 20 વર્ષની સજા
આ પણ વાંચો: અમરેલીમાં ઘરમાં ઘૂસેલા દિપડાને ટ્રાન્કિવલાઈઝર ગનથી બેભાન કરી પાંજરે પુરાયો