Vadodara News/ વડોદરા અને મહેસાણામાં હિટ એન્ડ રન: એક-એક મોત

વડોદરા જિલ્લાના કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારના કંડારી ગામ નજીકથી પસાર થતી વખતે વડોદરા ભરૂચ તરફ જતા નેશનલ હાઇવે નંબર 48 પર હિટ એન્ડ રનની ઘટના બની હતી.

Gujarat Vadodara Breaking News
Beginners guide to 2024 11 11T103605.041 વડોદરા અને મહેસાણામાં હિટ એન્ડ રન: એક-એક મોત

Vadodara News: વડોદરા જિલ્લાના કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારના કંડારી ગામ નજીકથી પસાર થતી વખતે વડોદરા ભરૂચ તરફ જતા નેશનલ હાઇવે નંબર 48 પર હિટ એન્ડ રન(Hit and Run) ની ઘટના બની હતી.  આ ઉપરાંત મહેસાણા જિલ્લામાં પણ ઊંઝા-મહેસાણા હાઇવે પર હિટ એન્ડ રનની ઘટનામાં એકનું મોત થયું છે.  રોડ ક્રોસ કરી રહેલા 25 વર્ષીય યુવકને પૂરપાટ ઝડપે દોડતા અજાણ્યા વાહને ટક્કર મારતાં તેનો પગ કપાઈ ગયો હતો અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ સમગ્ર મામલે કરજણ પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કંડારી ગામે રહેતા 25 વર્ષીય આકાશભાઈ રામ અવધ નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા જયસ્વાલ ગામ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં વડોદરાથી ભરૂચ CPE કંપની સામે રોડ ક્રોસ કરી રહ્યા હતા. દરમિયાન પાગલ આખલાની જેમ પૂરપાટ ઝડપે આવતા અજાણ્યા વાહનચાલકે રોડ ક્રોસ કરી રહેલા આકાશભાઈને કચડી નાખતાં ચાલક ભાગી ગયો હતો.

અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતાં રોડ ક્રોસ કરી રહેલા આકાશભાઈ ફૂટબોલની જેમ હવામાં ઉછળ્યા હતા અને વાહનનું વ્હીલ તેમના ઉપર ચડી જતાં તેઓ નીચે પડી ગયા હતા અને તેમનો એક પગ કપાઈ ગયો હતો. તેમજ માથા અને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતને પગલે આસપાસના લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને બનાવ અંગે કરજણ પોલીસને જાણ કરતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી અજાણ્યા વાહન ચાલકની શોધખોળમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વડોદરાના શિનોરમાં બે મોટરસાયકલ વચ્ચે અકસ્માતમાં 3ના મોત, અન્ય 3 ઈજાગ્રસ્ત

આ પણ વાંચો: વડોદરા સાવલી HPCL ચોકડી પાસે અકસ્માતઃ ડમ્પર વીજલાઇનને અડી જતાં બેના સળગી જતાં મોત

આ પણ વાંચો: વડોદરાના ડભોઈમાં માર્ગ અકસ્માતમાં એકનું મોત