Not Set/ ધાંગધ્રા/ પોલીસ જાપ્તામાંથી ફરાર આરોપી હિતેન્દ્રસિંહ ઝાલાને ભગાડવા મામલે, પોલીસે ભગાડી જનાર તમામની કડીઓ પકડી પાડી

મોરબીના ચકચાર ભરી હત્યા ના કેસમાં સંડોવાયેલા આરોપી હિતેન્દ્રસિંહ કરણસિંહ ઝાલા પોલીસ જપતમાથી ફરાર થયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના મુસ્તાકની હત્યા ને તેના ભાઇ આરીફ પર હુમલાના પ્રકરણમાં સંડોવાયેલ હિતેન્દ્રસિંહ કરણસિંહ ઝાલા પોલીસ જપતમાથી ફરાર થયો છે. આરોપી હિતેન્દ્રસિંહ કરણસિંહ ઝાલા ધાંગધ્રા ઓનેસ્ટ હોટેલ પાસેથી સવારે પોલીસને ચકમો આપીને ફોર્ચ્યુનર કાર નં. જીજે 18 […]

Gujarat Others
આરોપી ફરાર ધાંગધ્રા/ પોલીસ જાપ્તામાંથી ફરાર આરોપી હિતેન્દ્રસિંહ ઝાલાને ભગાડવા મામલે, પોલીસે ભગાડી જનાર તમામની કડીઓ પકડી પાડી

મોરબીના ચકચાર ભરી હત્યા ના કેસમાં સંડોવાયેલા આરોપી હિતેન્દ્રસિંહ કરણસિંહ ઝાલા પોલીસ જપતમાથી ફરાર થયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના મુસ્તાકની હત્યા ને તેના ભાઇ આરીફ પર હુમલાના પ્રકરણમાં સંડોવાયેલ હિતેન્દ્રસિંહ કરણસિંહ ઝાલા પોલીસ જપતમાથી ફરાર થયો છે. આરોપી હિતેન્દ્રસિંહ કરણસિંહ ઝાલા ધાંગધ્રા ઓનેસ્ટ હોટેલ પાસેથી સવારે પોલીસને ચકમો આપીને ફોર્ચ્યુનર કાર નં. જીજે 18 બીજી 6093 માં ભાગી જવામાં સફળ થયો છે. આરોપી હિતેન્દ્રસિંહ કરણસિંહ ઝાલા 14 ઓકટોબરના રોજ પોલીસ જાપ્તામાંથી થયો હતો, જે અનુસંધાને 7 વ્યક્તિઓ સામે ધ્રાંગધ્રા પોલીસ મથકે ગુનો નોંધાયો છે. જેમાં નરોડા પોલીસ સ્ટેશનના PSI  હર્ષપાલ સિંહ  સામે ગુનો નોંધાયો છે. હેડ કોન્સ્ટેબલ રાજુભાઈ બારીયા સામે ગુનો નોંધાયો છે.

સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા નજીક પોલીસ જાપ્તામાંથી ભાગી છૂટેલા આરોપી હિતેન્દ્રસિંહ કરણસિંહ ઝાલાને ભગાડવામાં અન્ય ચાર શખ્સના નામ ખુલ્યા છે. જેમાં પૂર્વ હોમગાર્ડ કમાન્ડન્ટ બ્રિજરાજસિંહ ગોહિલ, ભગીરથસિંહ ચુડાસમા સહિત કારના માલિક જાસ્મીન કોઠારીના નામો ખુલ્યા છે.  પોલીસે આરોપીને ભગાડી જનાર તમામની કડીઓ પકડી પાડી છે.

અમદાવાદ પોલીસના જાપ્તામાંથી આરોપી હિતેન્દ્રસિંહ કરણસિંહ ઝાલા ભાગી ગયા બાદ સુરેન્દ્રનગર પોલીસે ફોર્ચ્યુંનર કારના ડ્રાઈવર હિતેશ જોશીને ઝડપી પાડ્યો હતો. જેની તપાસ બાદ વધુ ચાર શખ્સોના નામ બહાર આવ્યા છે. પોલીસે ૪૮ કલાકમાં ગુનો નોંધાયા બાદ આરોપીને ભગાડી જનાર તમામની કડીઓ પકડી પાડી છે. અગાઉ ભૂતપૂર્વ હોગાર્ડ કમાન્ડન્ટ બ્રિજરાજસિંહ ગોહિલ સામે એક કંપનીના એકાઉન્ટન્ટનો અપહરણ કેસમાં અને દારૂ પીધેલી હાલતમાં પકડવાના કેસો થયેલા છે. આમ બ્રિજરાજસિંહ ગોહિલ સામે આ ત્રીજો ગુનો નોંધાયો હોવાની પણ માહીતી મળી રહી છે

આરોપીને મદદ કરનાર તમામની પોલીસે કડીઓ મેળવી હોવાં ની માહીતી ને લઇ પોલીસે આગળ તપાસ હાથ ધરી છે. એક પી.એસ.આઈ. સહિત ચાર પોલીસકર્મીઑ વિરુધ્ધ ગુન્હો નોધાયો છે. જેમાં ધાંગધ્રા કોર્ટે પોલીસકર્મીઓના જામીન મંજૂર કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.