Not Set/ અંગારા પર ખુલ્લા પગે ચાલે છે ગ્રામજનો, વર્ષો જૂની પરંપરાથી ઉજવાઇ છે હોળી

ગીર સોમનાથનાં દેવળી ગામમાં હોળીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. અને ભવ્ય હોળી પ્રગટાવવામાં આવે છે. હોળી મોડી રાત્રે શાંત થયા બાદ તેના અંગારાને રસ્તા પર પાથરી દેવામાં આવે છે.

Gujarat Others Trending
flage 3 અંગારા પર ખુલ્લા પગે ચાલે છે ગ્રામજનો, વર્ષો જૂની પરંપરાથી ઉજવાઇ છે હોળી

ગીર સોમનાથનાં દેવળી ગામમાં હોળીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. અને ભવ્ય હોળી પ્રગટાવવામાં આવે છે. હોળી મોડી રાત્રે શાંત થયા બાદ તેના અંગારાને રસ્તા પર પાથરી દેવામાં આવે છે. અને તે અંગારા પર ગામના યુવાનો, વડીલો અને નાના બાળકો ખુલ્લા પગે શ્રદ્ધા પૂર્વક ચાલે છે. વર્ષો જૂની આ પરંપરા દેવળી ગામે આજે પણ જીવંત રાખવામાં આવી છે. જો કે આજ દીવસ સુધી કોઈ ને ઇજાઓ પહોંચી નથી. હોળીનાં દિવસે આ વર્ષ કેવો વરસાદ પડશે તેનો સિતાર પણ કાઢવામાં આવે છે.

ગીર સોમનાથ જિલ્લામાં હર્ષ અને ઉલ્લાસભેર હોળીની ઉજવણી કરવામાં આવી. કોડીનારનાં દેદાની દેવળી ગામે હોલિકા દહન બાદ અંગારામાં ચાલવાની  પરંપરા યથાવત જોવા મળી.

હોલિકા દહન બાદ એટલેકે સવારે 4 કલાકે તમામ લાકડા બળી ગયા બાદ દેતવા ( અંગારા ) ને કાઢી અમુક ફૂટ લંબાઇમાં પાથરી દેવામાં આવે છે. અને ત્યાર બાદ એ અંગારા પર ગામના વૃદ્ધો અને યુવાનો ચાલે છે. ત્યાર બાદ હોળીની વચ્ચે જમીનમાં દાટેલો કુંભ બહાર કઢાય છે. આ કુંભમાં કાચું ધાન્ય જેવું કે, ઘઉં, ચણા, મગ તેમજ અન્ય કઠોળ ભરવામાં આવ્યું હોય છે. આ કાચું ધાન્ય જે પ્રમાણે બફાઈ તેના પરથી આવનારા વર્ષનો વરતારો કરવામાં આવે છે.આ વખતે દેવળી ગામના વડીલો દ્વારા કુંભના ધાન્યને જોઈને વરતારો કરવામાં આવ્યો છે કે, આગામી ચોમાસુ 12 આની રહેશે. એટલેકે પાક અને પાણીનું ચિત્ર સારું રહેશે.ગામ લોકોનાં કહેવા પ્રમાણે સદિઓથી આ પરંપરા ચાલતી આવી છે. અને આજે પણ તે પ્રથા જાળવી રાખી છે.