Gandhinagar News/ રાજ્યની બધી પ્રાથમિક શાળાઓમાં આવતીકાલે રજા

રાજ્યની બધી પ્રાથમિક શાળાઓમાં આવતીકાલે રજા રહેશે. ભારે વરસાદના પગલે ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે. આંગણવાડી અને બાલમંદિર અંગે પણ જે તે જિલ્લા કલેક્ટરો જાતે નિર્ણય લઈ શકશે. ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદના પગલે પ્રાથમિક શાળાઓ બંધ રાખવાનો સરકારે નિર્ણય કર્યો છે.

Gujarat Gandhinagar Top Stories Breaking News
Beginners guide to 2024 08 26T171646.989 રાજ્યની બધી પ્રાથમિક શાળાઓમાં આવતીકાલે રજા

Gandhinagar News: રાજ્યની બધી પ્રાથમિક શાળાઓમાં આવતીકાલે રજા રહેશે. ભારે વરસાદના પગલે ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે. આંગણવાડી અને બાલમંદિર અંગે પણ જે તે જિલ્લા કલેક્ટરો જાતે નિર્ણય લઈ શકશે. ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદના પગલે પ્રાથમિક શાળાઓ બંધ રાખવાનો સરકારે નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા ઉચ્ચ સ્તરીય બેઠક ગાંધીનગરમાં યોજી હતી.

મુખ્યમંત્રી સોમવારે બપોરે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા અને વરસાદગ્રસ્ત જિલ્લાઓના કલેકટરો મ્યુનિસિપલ કમિશ્નરો તથા જિલ્લા અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને તલસ્પર્શી વિગતો મેળવી હતી. તેમણે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારના લોકોના સલામત સ્થળાંતર માટે તાકીદ કરી હતી.

Beginners guide to 2024 08 26T172019.675 રાજ્યની બધી પ્રાથમિક શાળાઓમાં આવતીકાલે રજા

મુખ્ય મંત્રીએ જિલ્લા કલેક્ટરોને અને મ્યુન્સિપલ કમશનરોને સ્પષ્ટપણે જણાવ્યું કે આપણી પહેલી પ્રાયોરિટી મનુષ્ય જીવન અને પશુધનની જાનહાની ના થાય તે હોવી જોઈએ. તેમણે નદી નાળા કે માર્ગો પર જ્યારે વરસાદી પાણી પુષ્કળ માત્રામાં અને ભયજનક રીતે વહેતું હોય ત્યારે કોઈ પણ વ્યક્તિ તે ક્રોસ ના કરે કે તેમાં ના જાય તે માટેની ખાસ તકેદારી અને જરૂર જણાય તો પોલીસની મદદથી કડકાઈ વર્તીને પણ લોકોને અટકાવવા જરૂરી છે તેમ કલેક્ટરોઓને આ અંગેની સૂચનાઓ આપતા જણાવ્યું હતું.

પાણીમાં ફસાયેલા લોકોના રેસ્ક્યુને પ્રાયોરિટી આપવા સૂચના આપી હતી. આ હેતુસર NDRF, SDRF, સ્થાનિક પોલીસની મદદથી લોકોનું રેસ્ક્યુ કરવા સાથે સ્થળાંતર કામગીરીની વિગતો પણ તેમણે મેળવી હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં ૧૭,૮૨૭ લોકોનું સ્થળાંતર તેમજ ૧,૬૫૩ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવેલું છે. અસરગ્રસ્ત જિલ્લાઓમાં NDRFની ૧૩ અને SDRFની ૨૨ ટીમ તૈનાત કરવામાં આવી છે, જે બચાવ રાહત કામગીરીમાં મદદરૂપ થઈ રહી છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં થયેલા ભારે અને વ્યાપક વરસાદ અંગેની વિગતો પણ ભુપેન્દ્ર પટેલે મેળવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મુશળધાર વરસાદનો કહેર, દાહોદનો અદલવાડા ડેમ ઓવરફલો થતા નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ

આ પણ વાંચો:  નવસારીમાં ભારે વરસાદનું એલર્ટ, લોકોનું સ્થળાંતર કરાયું

આ પણ વાંચો: 5 દિવસ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી