ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈએ રાજીનામુ આપતાં ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. રાજકીય ગલીયારામાં ચારેકોર એક જ ચર્ચા જોવા મળી રહી છે કે નવા મુખ્યમંત્રી બનશે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના રાજકારણમાં અચાનક આવેલા આંચકાને લઇ અમદાવાદ આવી રહ્યા છે. તેઓ ગુજરાતની રાજનીતિ પર નજર રાખશે.
ઉલ્લેખનીય છે કે આવતી કાલે ધારાસભ્યોની બેઠક મળવાની છે. અને જેમાં આગામી મુખ્યમંત્રીના નામ અંગે ચર્ચા થઇ શકે છે. અથવા નક્કી થઈ શકે છે. ત્યારે અમિત શાહની હાજરી મહત્વની ભૂમિકા ભજવી જાય છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં નવા CM તરીકે પાટીદાર આગેવાન નશ્ચિત છે. તો બે નાયબ મુખ્યમંત્રીની પણ વિચારણા ચાલી રહી હોય તેવા સમીકરણો સામે આવી રહ્યા છે. Dy.CM તરીકે એક OBC આગેવાનને પસંદ કરાઇ શકે છે તો બીજા Dy.CM તરીકે આદિવાસી સમાજના નેતાની વિચારણા પણ થઇ શકે છે. તો સાથે મંત્રી મંડળમાં પણ ફેરફાર થાય તેવી હાલમાં શક્યતાઓ જોવાઈ રહી છે.
કમલમ ખાતે બેઠકોનો દોર
હાલમાં પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે બેઠકોનો દોર ચાલુ છે. મુખ્યમંત્રી વિજયભાઈ પણ કમ્લામમાં હાજર છે. સી.આર.પાટીલની અધ્યયક્ષતામાં બેઠક મળી રહી છે. ત્યારે સહપ્રભારી સુધીર ગુપ્તા, સહસંગઠન મહામંત્રી રત્નાકર, દંડક પંકજ દેસાઈ, મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા અને મહામંત્રી ભાર્ગવ અને કોષાધ્યક્ષ સુરેન્દ્રકાકા પણ બેઠકમાં હાજર રહ્યા છે. પ્રદીપસિંહ અ ને ભુપેન્દ્રસિંહ પણ મંત્રી નિવાસસ્થાને થી નીકળ્યા છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ કમલમ પહોંચ્યા છે. તેઓ સંભવિત CM ની યાદીમાં સૌથી ઉપર છે. તો સાથે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ કમલમ પહોંચ્યા છે.
અત્રે નોધનીય છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મળીને રાજીનામું સુપ્રત કર્યું હતું. જો કે રાજ્યપાલના જણાવ્યા અનુસાર નવા મુખ્યમંત્રીની જાહેરાત નાં થયા ત્યાં સુધી વિજયભાઈ મુખ્યમંત્રી તરીકે ચાલુ રહશે.
ધારાસભ્ય દળની બેઠક
રાજ્યમાં નવા મુખ્યમંત્રી કોણ હશે તે ચર્ચાએ જોર પકડ્યું છે. ગુજરાતનાં રાજકારણમાં નવા મુખ્યમંત્રીને લઇ ભારે ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે ભાજપે ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે. આવતીકાલે ભાજપની ધારાસભ્ય દળની બેઠક મળશે. જેમાં તમામ ધારાસભ્યોને હાજર રહેવા સૂચના અપાઈ છે. શક્ય છે આવતી કાલે ગુજરાતના નવા મુખ્યમંત્રીનું નામ કાલે નક્કી થશે.
અત્રે નોંધનીય છે કે, ભાજપના રાષ્ટ્રીય સંગઠન મંત્રી બિ.એલ. સંતોષ શુક્રવારે રાત્રે ગાંધીનગર ખાતે આવી પહોંચ્યા છે. રાજીનામું આપ્યા બાદ વિજય રૂપાણીએ પત્રકાર પરિષદ યોજી હતી અને ભાજપનો આભાર માન્યો હતો.
કોણ બનશે નવા મુખ્યમંત્રી ?
રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ રાજીનામું આપતા નવા મુખ્યમંત્રી કોણ બનશે તે ચર્ચા જોર પકડ્યું છે. ત્યારે હાલમાં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ નું નામ નવા મુખ્યમંત્રીની રેસમાં સૌથી આગળ છે. ત્યારે અન્ય નામોમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા, ગોરધન ઝડપીયા અને ગુજરાત રાજ્યના આદિજાતી વિકાસ મંત્રી ગણપત વસાવાના નામોની ચર્ચા ચાલી રહી છે.
પાંચ મહિનામાં પાંચ રાજ્યોમાં મુખ્યમંત્રી બદલ્યા
ભાજપે છેલ્લા પાંચ મહિનામાં ભાજપ શાષિત પાંચ રાજ્યોમાં પાંચ મુખ્યમંત્રી બદલ્યા છે. જેમાં ઉત્તરાખંડ, કર્નાટક, આસામ અને ગુજરાતનો સમાવેશ થાય છે, બીએસ યેદિયુરપ્પા, તીરથ સિંહ રાવત, સર્વાનંદ સોનોવાલ, તીરથ સિંહ રાવત અને છેલ્લે ગુજરાત ના મુખ્યમંત્રી વિજય રૂપાણી પાંચમાં મુખ્યમંત્રી છે.
ગુજરાત રાજકીય / ભાજપે બોલાવી ધારાસભ્યની બેઠક બોલાવી, કોણ બનશે ગુજરાતના નવા નાથ ?
politicas / રાજ્યમાં ચાર વર્ષ પૂર્ણ કરનાર વિજ્ય રૂપાણી પાંચમાં મુખ્યમંત્રી