કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આતંકવાદી હુમલાને લઈને પૂર્વ મનમોહન સિંહ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે રવિવારે કહ્યું હતું કે 9 વર્ષ પહેલાના ભારતને યાદ કરો, પાકિસ્તાનના આતંકવાદીઓ ઘૂસીને આપણા સૈનિકોના માથુ કાપીને લઇ જતા હતા, પરંતુ મનમોહન અને સોનિયા સરકારને પરવા નથી થઈ. મોદીજી વડાપ્રધાન બન્યા બાદ પાકિસ્તાને ઉરીમાં હુમલો કર્યો, પુલવામામાં હુમલો કર્યો વળતા જવાબમાં પાકિસ્તાનમાં ઘુસીને આતંકવાદીઓને ફૂંકી મારવાનું કામ મોદી સરકારે કર્યું છે.
કેન્દ્રમાં મોદી સરકારના 9 વર્ષ પૂરા થવાના અવસર પર અમિત શાહ રવિવારે હરિયાણાના સિરસામાં જનસભાને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસની સરકારમાં 12 લાખ કરોડનો ભ્રષ્ટાચાર થયો હતો, પરંતુ છેલ્લા 9 વર્ષમાં અમારા વિપક્ષ મોદી સરકાર પર એક પણ ભ્રષ્ટાચારનો આરોપ લગાવી શક્યા નથી. આ હુડ્ડા સરકાર ‘3D’ સરકાર હતી. પહેલો દરબારી, બીજો જમાઈ અને ત્રીજો વેપારીની સરકાર. મનોહર લાલ ખટ્ટરે આ ત્રણેય ડી પૂરા કર્યા છે. હરિયાણાના પૂર્વ સીએમ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભૂપેન્દ્ર હુડ્ડા પર નિશાન સાધતા કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે હુડ્ડા સાહેબ, તમારી સરકાર ઘણા વર્ષો સુધી સત્તામાં હતી, પરંતુ તમે ક્યારેય ખેડૂતને સીધા 6,000 રૂપિયા મોકલ્યા નથી. મનોહર લાલ ખટ્ટર ભાવાંતર યોજના લાવ્યા, તમે ભાવાંતર યોજના ના લાવ્યા. તમે ખેડૂતો માટે કોઈ કામ કર્યું નથી.