કેન્દ્રીય ગૃહમંત્રીનો પદ્દભાર સંભાળ્યા પછી અમિત શાહ પ્રથમવાર ગુજરાત મુલાકાતે આવી પહોંચ્યા છે. બુધવારની સાંજે અમિત શાહનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થયું. અમિત શાહને આવકારવા માટે હજારોની સંખ્યામાં શાહનાં પ્રશંસકો એરપોર્ટ પર પહોંચી ગચા હતા. પોતાનાં નેતા ગૃહમંત્રી બનતા લોકોમાં ભારે અને અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. તો સામે અમિત શાહ દ્રારા પણ અમદાવાદમાં અગમન સાથે સહર્ષ પોતાનાં પ્રશંસકોનું અભિવાદન જીલવામા આવ્યુ હતુ. એરપોર્ટ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનાં ભવ્ય સ્વાગત માટે સીએમ રૂપાણી સહિતના ભાજપના નેતાઓએ હાજર રહ્યા હતા.
અમદાવાદ એરપોર્ટ પર સીએમ વિજય રૂપાણી, ડે.સીએમ નીતિન પટેલે, ભાજપ અધ્યક્ષ વાધાણી દ્રારા અમિત શાહનું સ્વાગત કરાયા બાદ અમિત શાહ ઈન્કમટેક્ષ બ્રિજના લોકાર્પણ માટે પહોંચ્યા હતા. અહીં પણ ઢોલ-નગારા સાથે અમિત શાહનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અમિત શાહે ઈન્કમટેક્ષ બ્રિજનું લોકાર્પણ કર્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બલૂન ઉડાવ્યા હતા.
બ્રિજનાં લોકાપર્ણ બાદ ગૃહમંત્રી અમિત શાહ દ્રારા ઈન્કમટેક્સ કચેરી પાછળ આવેલા દિનેશ હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં મ્યુનિ. દ્વારા નારણપુરા ખાતે બાંધવામાં આવેલા સ્વ. ડી.કે.પટેલ કોમ્યુનિટી હોલ અને મ્યુનિ. લાઈબ્રેરીનું લોકાર્પણ કર્યું છે. તો સાથે સાથે આજ કાર્યક્રમમાં જ ગાંધીનગર લોકસભા વિસ્તારની 5 જેટલી તલાટી કચેરીઓનું પણ લોકાર્પણ કરવામા આવ્યું હતું. શાહ દ્રારા મુખ્યમંત્રી વિજય રૃપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને ગુજરાત ભાજપ અધ્યક્ષ વાધાણી સહિતનાં ગુજરાત ભાજપનાં નેતાની હજરીમાં કાર્યકરો સાથે સંવાદ અને અભિવાદન પણ કરવામા આવ્યું હતું.
આપને જણાવી દઇએ કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દરેક વર્ષ ભાગવાન જગ્નનાથજીની અષાઠિ બીજનાં દિવસે નિકળતી રથયાત્રાની મંગળા આરતીનાં સહપરિવાર દર્શન કરતા આવ્યા છે. ત્યારે ગૃહમંત્રી બન્યા પછી પણ આ પરંપરા ચાલુ રાખતા કાલે ભાગવાન જગ્નનાથજી મંગળા આરતીમાં સહપરિવાર ભાગ લેવાનાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.