આપને જણાવી દઇએ કે, થોડો સમય પૂર્વે જ બ્રિજરાજસિંહની હોમગાર્ડનાં સિનિયર કમાન્ડન્ટ પદ્દ પરથી હકાલપટ્ટી કરવામાં આવી હતી. ઑફિસ ઑફ ડાયરેક્ટર જનરલ સિવિલ ડિફેન્સ અને હૉમગાર્ડ વિભાગે તેમની હકાલપટ્ટી કરી હતી. બ્રિજરાજસિંહ ગોહિલ સામે પૈસાની લેતીદેતી અને અપહરણની ફરિયાદ થઈ છેે. આ બાબતે તેમણે વિભાગને યોગ્ય ખુલાસો ન કરતા તેમને બરતરફ કરાયા હતા.
બ્રિજરાજસિંહ ગોહિલ સામે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે 21 સપ્ટેમ્બરના રોજ રોજ જીતેન્દ્ર પટેલ નામના વ્યક્તિએ અપહરણની ફરિયાદ નોંધવી હતી. જે મામલે વિભાગ દ્વારા હૉમગાર્ડ કમાન્ડન્ટ અમદાવાદ શહેર પશ્ચિમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. કમાન્ડન્ટના રિપોર્ટમાં બ્રિજરાજસિંહ ગોહિલના વ્યવહારને કારણે હૉમગાર્ડની પ્રતિષ્ઠાને નુકશાન પહોંચ્યું હોવાનો ઉલ્લેખ કરી તેમને બરતરફ કરવામાં આવ્યાં છે. આ મામલે વિભાગ તરફતી બ્રિજરાજસિંહ ગોહિલને યોગ્ય ખુલાસો કરવા નોટિસ આપવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.