Div/ દિવમાં હની ટ્રેપ : હોટેલના હિડન કેમેરામાં વિડીયો શૂટ કરી રૂપિયા માંગતા હોવાનું ખુલ્યું

હિડન કેમેરા મળતા હોટેલ એન્ડ સેફ્ટીને લઈ સવાલો ઉઠ્યા

Top Stories Gujarat
Beginners guide to 2025 01 06T195700.600 દિવમાં હની ટ્રેપ : હોટેલના હિડન કેમેરામાં વિડીયો શૂટ કરી રૂપિયા માંગતા હોવાનું ખુલ્યું

Div News : સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ દીવના બુચરવાડામાં આવેલી ખાનગી હોટેલમાં પોલીસની ટીમે દરોડો પાડ્યો અને હોટેલના રૂમમાં હિડન કેમેરા રાખી કસ્ટમરોની અંગત પળોને કેદ કરાતી હોવાના કારણે પોલીસે હોટલ સંચાલક અને મેનેજરની ધરપકડ કરી છે.દીવના બૂચરવાડામાં આવેલી કેશવ હોટેલમાં દીવ પોલીસે દરોડો પાડતા હનીટ્રેપનો મામલો સામે આવ્યો છે.દીવ એસપીના જણાવ્યા પ્રમાણે કેશવ હોટેલ 6 મહિનાથી સંજય રાઠોડ નામનો શખ્સ ચલાવે છે.

તેને રેન્ટ પર લીધી હતી, પરંતુ એકાદ મહિનાથી હોટલના એક રૂમની અંદર હિડન કેમેરો લગાવવામાં આવ્યો હતો, એટલું જ નહીં એક યુવતી પણ મસાજ કરવાના નામે રાખવામાં આવી હતી. આ યુવતી સાથેની અંગત પળોનું રેકોર્ડિંગ હિડન કેમેરામાં થતું હતું અને આ હિડન કેમેરો કોઈને ખબર ન પડે તે રીતે સ્વીચમાં ગોઠવવામાં આવ્યો હતો, દીવ પોલીસને હ્યુમન સોર્સથી આ જાણકારી મળતા હોટેલમાં રેડ કરી હતી અને હોટેલ મેનેજર અને સંચાલક બંનેની ધરપકડ કરવામાં આવી હતી.

દીવ પોલીસે હોટલ સંચાલક સંજય રાઠોડ અને મેનેજર અબ્બાસુ મન્સૂરીની ધરપકડ કર્યા બાદ મોબાઈલ ફોન ચેક કરાતા તેમાં હોટેલ રૂમ અંદર યુવતી સાથેની પળોના વીડિયો પણ મળી આવ્યા છે. હોટેલ સંચાલક અને મેનેજર હિડન કેમેરામાં વીડિયો શૂટ થયા બાદ રૂપિયાની ડિમાન્ડ કરતા હોવાનું પણ સામે આવ્યું છે. અનેક લોકો આ હોટલમાં મસાજ કરાવવા પહોંચ્યા હતા. જો કે દીવ પોલીસે પીડિતના નામ ગુપ્ત રાખ્યા હોવાનું જાણવા મળ્યું છે.

હાલમાં હોટેલ સંચાલક અને મેનેજરને દબોચી લેવામાં આવ્યા છે, જો કે યુવતીની શોધખોળ હાથ ધરવામાં આવી છે. થોડા સમય પહેલા પણ દીવના ફોરર્ટેલ રેસ્ટોરન્ટમાં મોબાઈલ કેમેરો બાથરૂમમાંથી મળી આવતા ખળભળાટ મચ્યો હતો તો હવે હોટેલમાંથી હિડન કેમેરા મળતા હોટેલ એન્ડ સેફ્ટીને લઈ સવાલો ઉઠ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જાણો HMPV વાયરસથી કેવી રીતે બચી શકાય : દેશમાં અત્યાર સુધીમાં ત્રણ કેસ

આ પણ વાંચો: HMPV વાયરસ કર્ણાટક પહોંચ્યો, બેંગલુરુમાં 2 સંક્રમિત; આરોગ્ય મંત્રીએ ઈમરજન્સી બેઠક બોલાવી

આ પણ વાંચો: ગુજરાત સરકાર એક્શન મોડમા,વિદેશથી આવનાર માટે HMPVની એડવાઈઝરી જાહેર કરાશે