યુપી-ઉત્તરાખંડ,
ઝેરી દારૂના કારણે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં 100 થી વધુ લોકોના મોત થયા પછી હરકતમાં આવી ઉત્તર પ્રદેશ સરકાર અને વહીવટીતંત્ર તાબડતોડ કાર્યવાહી કરી રહી છે. ઉત્તર પ્રદેશના આબકારી વિભાગ મુજબ, આ ઘટનામાં અત્યાર સુધી 297 કેસ દાખલ થયા છે 175 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
હાલ સહારનપુરમાં 10 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઉપરાંત રાજ્ય સરકાર ઝેરીલી દારૂ બનાવવા અને વેચનારાઓ પર રાષ્ટ્રીય સુરક્ષા એક્ટ (રાસુકા)ની તૈયારી પણ કરી રહી છે. તાજા આંકડા અનુસાર, બંને રાજ્યોમાં અત્યાર સુધી કુલ 108 લોકોનું મૃત્યુ થયું છે.
મૃત્યુની સંખ્યા 100ની પાર પહોંચી છે ત્યારે યોગી સરકારની સખ્તાઈ પછી વહીવટીતંત્રે ગેરકાયદેસર દારૂ બનાવવા અને વેચનારાઓ સામે 15 દિવસનો અભિયાન શરૂ કર્યો છે. સહારનપુરમાં અત્યાર સુધી 39 લોકોની ધરપકડ કરવામાં આવી છે જ્યારે 35 કાર્યવાહી કરવામાં આવી છે.
સહારનપુરમાં ગેરકાયદેસર દારૂની ભઠ્ઠીઓથી 36,100 કિલો લહન (કાચા પદાર્થો), 250 લિટર કાચો દારૂ અને 60 લિટર અંગ્રેજી દારૂનું મળી આવ્યું છે. એકલા સહારનપુરમાં 16 ગામના લોકો આ ઝેરીલી દારૂના ભરડામાં આવી ગયા છે.
શનિવારના રોજ યોગી આદિત્યનાથ દ્વારા સખત કાર્યવાહી આદેશ આપવામાં આવ્યા હતા. ત્યારબાદ ગેરકાયદેસર દારૂ વિરુદ્ધ સમગ્ર પ્રદેશમાં ઝોરદાર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ગેરકાયદેસર દારૂના સ્થળોએ પોલીસ રેડ પાડી રહી છે. સમગ્ર અભિયાન પર પોલીસ, ઉચ્ચાધિકારીઓ,ડીજીપીની દેખરેખ રાખવામાં આવી રહી છે.